ખેરગામ તાલુકામાં કોવિડ-19, કોરોના મહામારીની ત્રીજી લહેરે ઈસુ નવા વર્ષના પ્રારંભથી પગ પેસારો કર્યો છે.જાન્યુઆરી માસમાં બાર જેટલા પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે જેમાં મોટાભાગના ખેરગામ ગામના છે.કોરોનાના કેશ વધતા મામલતદારે ખેરગામ રેફરલની મુલાકાત લીધી હતી. મામલતદાર જીતેન્દ્ર સોલંકીએ રેફરલ હોસ્પિટલની મુલાકાત લઇ ડૉ. ભરત પટેલ-તાલુકા તબીબી અધિકારી અને ડૉ.દિવ્યાંગ પટેલ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
અને સઘન સારવાર કરી કોરોનાને કાબુમાં લેવા માટે જરૂરી સાધન સામગ્રી સાથે તત્પર રહેવા જણાવ્યું હતું. હાલ ૧૫ કંસન્ટ્રેટર ચાલુ હાલતમાં છે,જેમાં એકનો વપરાશ ચાલુ છે, અને સરકાર દ્વારા બીજા બે કંસન્ટ્રેટર પ્રાપ્ત થયા છે,અને એક ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે.તા.૧૧થી ૬૦થી વધુ વયના બીજો ડોઝ લીધા પછી નવ માસ વીત્યા હોય તેવા વડીલોને ખાસ કરીને ફ્રન્ટલાઈન વર્કર્સને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત સોમવારથી કરવામાં આવી છે જેમાં સો જેટલી વ્યક્તિઓને બુસ્ટર ડોઝ અપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.