તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ખેરગામ તાલુકા પંચાયત ની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠક કબજે કરવા કાર્યકરોને આહવાન

ખેરગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા ભાજપના પ્રમુખ-હોદ્દેદારોનું સન્માન કરાયું

જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ભુરાભાઈ શાહ તથા મહામંત્રી ડો.અશ્વિન પટેલ, જીગ્નેશ નાયક, નટવરલાલ, તૃષાબેન સહિતના હોદ્દેદારોનું તાલુકા પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, તારાબેન ખાંડાવાલા,પૂર્વેશભાઈ,જગદીશ પટેલ તથા કાર્યકરો દ્વારા ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકરોને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પેજ પ્રમુખ, પેજ સમિતિની રચના પર ભાર મુક્યો હતો. ખેરગામ તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું. પ્રમુખ ભુરાભાઈ શાહનું આદિવાસી સમાજની વિશિષ્ઠ સફેદ ટોપી પહેરાવીને ગુલાબના ફૂલના હારથી સન્માન કર્યું હતું,

જેના જવાબમાં ભુરાભાઈએ આ ટોપીની લાજ અને માન પોતે તો જાળવશે સાથે કાર્યકરોને પણ જાળવવા ટકોર કરી હતી.ધારાસભ્ય નરેશભાઇએ ખેરગામની ડ્રેનેજની ગંભીર સમસ્યા માટે લગભગ વીસેક લાખની રકમ ફાળવી 5-7 મહિનામાં કાર્ય પ્રગતિ કરાવી આયોજનને પાર પાડવા માટે જણાવી તાલુકા મથકના વિકાસ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું. ચુનીભાઈ પટેલે સૌનો શાબ્દિક સત્કાર કર્યો હતો. પૂર્વેશ ખાંડાવાલાએ સુચારૂ સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો