તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામે રહેતા બે યુવાન શુક્રવારે બપોરના ધરમપુર તરફ જવા બાઇક પર પસાર થઈ રહ્યા હતા,ત્યારે ઢોલુમ્બર પરાગ ફળિયા પાસે હોન્ડા ગ્રાઝિયા સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા 20 વર્ષીય યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલક તેમજ હોન્ડા ગ્રાઝિયાના ચાલક તથા પાછળ બેઠેલી તેમની પત્નીને સામાન્ય ઇજા થઇ હતી.
ડેબરપાડા પટેલ ફળિયામાં રહેતા રાહુલ હરિભાઈ પટેલ તથા અનિકેત નારણભાઇ પટેલ (ઉ.વ. 20) શુક્રવારે બપોરે સ્પ્લેન્ડર પ્લસ બાઈક (નં. જીજે-15-ડીએ-4977) પર ધરમપુર જવા નીકળ્યા હતા. દરમિયાન ઢોલુમ્બર પંચાયત ઓફિસની બાજુમાં પરાગ ફળિયા પીપલખેડથી તોરણવેરા જતા રોડ પર હોન્ડા ગ્રેજીયા (નં. GJ-21-BH-9907)ના ચાલક મહેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ (રહે. ઢોલુમ્બર)એ ધરમપુર તરફથી પૂરઝડપે વાહન હંકારી રાહુલની બાઈક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. જેમા રાહુલ પટેલને જમણા પગે સામાન્ય ઇજા થઈ હતી તેમજ પાછળ બેઠેલા અનિકેત પટેલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108માં આલીપોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,પરંતુ તેનું મોત નીપજ્યું હતું. અનિકેતના મોતની ખબરથી તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. હોન્ડા ગ્રેજીયા બાઇકના ચાલક મહેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ તથા પાછળ બેઠેલી તેમની પત્નીને પણ ઓછીવત્તી ઇજા થઈ હતી. આ અંગે રાહુલ હરિભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.