તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઢોલુમ્બરમાં બે બાઇક વચ્ચે અકસ્માત, બાઇક પર પાછળ બેઠેલા યુવાનનું મોત

ખેરગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઇક ચાલક અને તેની પત્નિ સહિત ત્રણને ઇજા

ખેરગામ તાલુકાના ડેબરપાડા પટેલ ફળિયામાં રહેતા રાહુલ હરિભાઈ પટેલ તથા અનિકેત નારણભાઇ પટેલ (ઉ.વ. 20) શુક્રવારે બપોરે સ્પ્લેન્ડર પ્લસ બાઈક (નં. જીજે-15-ડીએ-4977) પર ધરમપુર જવા નીકળ્યા હતા. દરમિયાન ઢોલુમ્બર પંચાયત ઓફિસની બાજુમાં પરાગ ફળિયા પીપલખેડથી તોરણવેરા જતા રોડ પર હોન્ડા ગ્રેજીયા (નં. GJ-21-BH-9907)ના ચાલક મહેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ (રહે. ઢોલુમ્બર)એ ધરમપુર તરફથી પૂરઝડપે વાહન હંકારી રાહુલની બાઈક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. જેમા રાહુલ પટેલને જમણા પગે સામાન્ય ઇજા થઈ હતી તેમજ પાછળ બેઠેલા અનિકેત પટેલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108માં આલીપોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,પરંતુ તેનું મોત નીપજ્યું હતું. અનિકેતના મોતની ખબરથી તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. હોન્ડા ગ્રેજીયા બાઇકના ચાલક મહેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ તથા પાછળ બેઠેલી તેમની પત્નીને પણ ઓછીવત્તી ઇજા થઈ હતી. આ અંગે રાહુલ હરિભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો