ફરિયાદ:ખેરગામના વાડ ગામનો યુવાન સાયકલ લઈને ઘરેથી ગયા બાદ ગુમ

ખેરગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ યુવક - Divya Bhaskar
ગુમ યુવક
  • અસ્થિર મગજના કારણે ગુમ થયો હોવાની ભાઇની કેફિયત

ખેરગામ તાલુકાના વાડ ગામે રહેતો 30 વર્ષીય યુવક પોતાના ઘરેથી સાયકલ લઈને ગયા બાદ ઘરે પરત ન આવતા અનેક શોધખોળ કરવા છતાં પરિવારને તેની કોઈ જાણકારી ન મળતા તેના ભાઈએ પોલીસ મથકે ગમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વાડ ઊંચાબેડાના રહીશ ઉમેશભાઈ અરુણભાઈ હળપતિએ ખેરગામ પોલીસ મથકે આપેલી જાહેરાત મુજબ તેમનો નાનો ભાઈ મોતીભાઈ ઉર્ફે નિતેશ અરુણભાઈ હળપતિ તા.1 ઓક્ટોબરના રોજ સવારે તેની એટલાસ કંપનીની કાળા કલરની સાયકલ લઈને ઘરેથી ગયો હતો.જે ખાસ્સો સમય વીતવા છતાં પરત ઘરે આવ્યો ન હતો.દરમયના પરિવારે આજુબાજુમાં તેમજ ગામમાં અનેક જગ્યાએ સંબંધીને ત્યાં શોધખોળ કરી હતી,પરંતુ તે મળી આવ્યો ન હતો.જે રંગે ઘઉંવર્ણ,ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ જેના જમણા હાથના કાંડા પાસે બ્લેડ મારેલા નિશાન છે.

તેમજ ગરદનના ડાબી સાઈડે “એમ” લખેલાનું છુદન છે.જેને કોઈ કોઈ વખત અસ્થિર મગજ થઈ જતું હોય જે ઘરેથી ચાલી ગયા બાદ પાછો ન આવતા તેના ભાઈ ઉમેશે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા આ ઘટનાની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપ ચૌધરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...