તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રૂઝવણી ગામના યુવકે દેવું વધતા ટેનશનમાં ઝેરી દવા ગટગટાવી

ખેરગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર દરમિયાન બુધવારે મોત થયું હતું

ખેરગામ તાલકાના રૂઝવણી ગામમાં ખેતીકામ કરતા એક 35 વર્ષીય યુવકે દેવું વધી જતાં ટેનશનમાં ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર માટે ધરમપુરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું બુધવારે મોત નિપજ્યું હતું. આ મામલે ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ખેરગામની બાજુમાં આવેલા રૂઝવણી ગામે મંદિર ફળિયામાં રહેતા 35 વર્ષીય નિલેશભાઇ પટેલ જેઓ ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારની રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે રાબેતા મુજબ સુઈ ગયા હતા. દરમિયા મધ્ય રાત્રિએ તેમની પત્ની જાગી જતા નિલેશભાઈ ઘરે ન હતા. તેઓ ખેતરમાં પાણી મુકવા ગયા હશે એવું પત્ની સમજયાં હતા પરંતુ ઘણો સમય વિતવા છતાં તેઓ ઘરે નહીં આવતા આજુબાજુમાં તેમજ ખેતરે જઈને શોધખોળ કરી હતી. જ્યાં તેઓ ખેતરમાં બેભાન હાલતમાં મળી આવ્યાં હતા.

નિલેશભાઈએ કોઈક ઝેરી દવા પીધી હોવાનું જણાય આવતા તરત જ 108 બોલાવી તેમને ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હત. જ્યાં બુધવારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બાબતે ગામના સુરેશભાઈ નગીનભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે જાહેરાત આપતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ નિલેશભાઈ ઘણા સમયથી બેરોજગાર હોય ખેતી કરતા હતા. આ દરમિયાન તેમનું દેવું વધી જતાં તેઓ ટેનશનમાં રહેતા હતા. તેમના આ પગલાથી તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...