અકસ્માત:એગ્રો સેન્ટરમાં દવા લેવા ગયેલા કેલીયાના યુવકનું અકસ્માતમાં મૃત્યુ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીપલખેડથી પાણીખડક જતા રોડે બનેલી ઘટના
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત િનપજ્યુ

િમયાજરી ગામે પીપલખેડથી પાણીખડક જતા રોડ પર સવારે બાઇક પર પસાર થતાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં કેલીયાના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત િનપજ્યું હતું. વાંસદા તાલુકાના કેલીયા ગામના ડેમ ફળિયામાં રહેતા કાન્તિભાઈ ભાયકુભાઈ માહલા પોતાની બાઇક પર કેલીયાથી મીયાઝરી ગામે આવેલા એગ્રોમાં દવા લેવા ગયા હતા.

જેઓ મીયાઝરી ગામે પીપલખેડથી પાણીખડક જતા રોડ પર સવારના 9.30 વાગ્યે પોતાની બાઇક એગ્રો તરફ વળતા તેમની બાઇકની સાથે પાછળથી આવતા કેટીએમ ડુક બાઇકના ચાલકે પોતાની બાઇક પૂરઝડપે હંકારી લાવી અકસ્માત કર્યો હતો.

તેમને જમણા પગે ફ્રેકચર તેમજ શરીરે તથા માથામાં ગુપ્ત ઈજા થતા તેમને તાત્કાલિક આલીપોર હોસ્પિસ્ટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટનામાં કેટીએમ ડુક બાઇકના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. મૃતક કાંતિભાઈના પુત્ર વિશાલ માહલાએ ખેરગામ પોલીસ મથકે કેટીએમ બાઇકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...