તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલી કાર્યક્રમ:ખેરગામમાં વીર શહિદ જવાનો માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

ખેરગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામ દશેરા ટેકરી પર મહાત્મા ગાંધી સર્કલ પર 20-25 વર્ષ જેટલી નાની ઉંમરમાં માભોમની આઝાદી કાજે 23મી માર્ચે શહિદી વહોરનાર વીર શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી તેમજ ડો.ગુલાબભાઇ પટેલ, કલ્પેશ પટેલ તેમજ આદિવાસી સમાજના સભ્યો મુકેશભાઇ, આશિષભાઇ, કિર્તિભાઇ, જગદીશભાઇ, સંજયભાઇ, સુનિલભાઇ, ઉમેશભાઇ, મિંટેશભાઇ, પરિમલભાઇ સહિતના યુવાઓ, હિંદુ યુવા વાહિની અને સાંઇ પરિવારના યુવાનો તેમજ અન્ય વડિલો હાજર રહ્યા હતા.આ પ્રસંગે શહીદોનો ઇતિહાસ વિસ્તૃત રીતે વર્ણવીને ઉદ્દબોધન કરતા ડો.ગુલાબભાઇએ જણાવ્યું કે આટલી નાની ઉંમરે શહીદી વહોરવીએ નાની-સુની વાત નથી આજના યુવાનોએ ઇતિહાસ વ્યવસ્થિત રીતે જાણવાની અને દેશપ્રેમી બનવાની તાતિ જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો