તપાસ:નાંધઇ છાત્રાલયમાં કપરાડાનો વિદ્યાર્થી બાથરૂમ પાછળથી મૃત હાલતમાં મળ્યો

ખેરગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા સંચાલકે પરિવારને ચક્કર આવતા હોવાનું કહી બોલાવ્યા હતા

ખેરગામના નાધઇ ગામે ગુપ્તેશ્વર હાઇસ્કુલ નાંધઇ ભેરવી ધોરણ નવમાં અભ્યાસ કરતો છાત્ર વિજયભાઇ ગણેશભાઇ ભડાગી ઉ.વ .14 રહેવાસી પીપલસેત જોધી ફળીયા કપરાડા જે સરદાર પટેલ છાત્રાલય ભેરવી તા.ખેરગામ ખાતે રહી અભ્યાસ કરતા હતો.જેઓ મંગળવારે બપોરે ક્લાસમાંથી બાથરૂમ જવા માટે શિક્ષક પાસેથી રજા લઇને ગયો હતો.

જે બાથરૂમ તરફથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.જેને ખેરગામ ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયો હતો,જેની તબીબે તપાસ કરતા તેને મરણ જાહેર કરાયો હતો. શાળાની આચાર્ય કલ્પનાબેન પટેલ રહે.કુબેર સિદ્ધિ સોસાયટી અટક પારડીનાએ ખેરગામ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,તેમજ આજે સવારે મારનાર છાત્રના પિતા તેમજ સરપંચ સહિત ગામના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વિદ્યાર્થીને સળિયો માર્યો હોવાનો આક્ષેપ
ખેરગામના ગુપતેશ્વર હાઈસ્કૂલમાં 9માં ધોરણમાં ભણતો વિજયના મોત બાદ મંગળવારે બપોરે શાળાના કર્મચારીઓએ વિજયની લાશને દવાખાનામાં એક રૂમમાં તાળું મારીને મૂકી રાખવામાં આવી હતી. શાળાના કર્મચારીએ વિજયની માતાને ફોન કરેલો તમારાં બાળકને ચક્કર આવે છે એવું જણાવ્યું હતું. માતા હાઇસ્કૂલમાં પહોંચ્યા હતા. પરંતુ વિજયને બતાવવા માટે ખોટું બોલતા રહ્યા હતા. કર્મચારી જ્યારે રાતના 10.30 કલાકે પીપલસેટ ગામના આગેવાનો પહોંચ્યા ત્યારે પણ વિજયની લાશ બતાવી ન હતી. તાળું મારીને જ્યા વિજયની લાશ મુકી હતી ત્યાં પણ કોઈ કર્મચારી આવતું ન હતું. વિજયને સળિયાથી મારેલો છે એના ચહેરા ઊપર નિશાન દેખાતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

બાળકનું સુરત ફોરેન્સિક લેબમાં PM થશે
પીએમ બાબતે સ્થાનિક તબીબોએ પેનલમાં પીએમ કરવાનું જણાવતા લાશને પીએમ માટે સુરત ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા,જ્યારે મોતના કારણ અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. - એસ.એસ.માલ, પીએસઆઇ, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...