તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિર:ખેરગામના તબીબે પુત્રની છઠ્ઠીના અવસરે રક્તદાન શિબિર યોજી

ખેરગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ ડો.નીરવ ભુલાભાઈ પટેલ તથા ડો.દિવ્યાંગી પટેલ દ્વારા તેમના પરિવારમાં તાજેતરમાં જ જન્મેલા પુત્ર “નિદિવ”ની છઠ્ઠીનો અવસર તેમજ પોતાની માતૃ ચીંતુબાની બીજી પુણ્યતિથિનો અવસર હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજીને મનાવવામાં આવ્યો હતો. ચીંતુબા (છાંયડો) હોસ્પિટલમાં યોજાયેલા શિબિરમાં ભેગા થયેલા 64 યુનિટ રક્તમાં ગામના યુવાનો અને આગેવાનોએ સહયોગ પૂરો પાડ્યો હતો.

ડો.નિરવ પટેલે જણાવ્યું કે, માતૃશ્રી ચિંતુબાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે જરુરિયાતમંદ જીવંત લોકોને રક્તદાન કરી નવજીવન આપવાનો નાનકડો પ્રયાસ તેમજ અમારા પરિવારમાં નવા આગંતુક સભ્ય “નિદિવ”ની છઠ્ઠીની વિધિનો સમારંભ પણ રક્તદાન કેંપ દ્વારા કરવાનો નિર્ણય સફળ રહ્યો હતો. એક વ્યક્તિનું રક્તદાન અલગ અલગ રીતે 3-4 જેટલા વ્યક્તિઓને નવજીવન પ્રદાન કરી શકે છે. વધુમાં તેમના દ્વારા પોતાની હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકી મોટી થાય ત્યારે તેનાં અભ્યાસ માટે દરવર્ષે 1000 અને લગ્ન થાય ત્યારે 5000 હજાર રૂપિયા મામેરું આપવાની પણ જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો