તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ખેરગામમાં ખેતરમાં રોપેલા ડાંગરને નુકસાન પહોંચાડતા મામલો પોલીસમાં

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • GRDમાં ફરજ બજાવતા યુવક સામે ખેડૂતનો રોષ

લહેરકા ફળિયામાં આવેલા એક ખેડૂતે ખેતરમાં ડાંગરની રોપણી કરી હતી. તેમાં રાત્રિના સમયે જીઆરડીમાં ફરજ બજાવતા યુવકે જઈ ખેતરમાં રોપેલાં ડાંગરનું તરું ઉપર ચાલીને નુકસાન પહોંચાડતા ખેડૂતે પોલીસ મથકે અરજી આપી ન્યાયની માંગ કરી હતી. ખેરગામના લહેરકા ફળિયામાં રહેતા રમણભાઈએ સોલિયાભાઈ મંગાભાઈ આહીર પાસે લહેરકા ફળિયાની જમીન વેચાણમાં લીધી હતી, ત્યારબાદ જમીન પર તેઓ ખેતી કરતા આવ્યા છે.

5મી ઓગસ્ટે રમણભાઇ તેમના ખેતરમાં ડાંગર રોપી આવ્યા હતા, તે બાદ રાત્રે 8.30 વાગ્યે તેમના ભાઈ રતિલાલભાઈનો જીઆરડીમાં ખેરગામમાં ફરજ બજાવતો પુત્ર ચિરાગ અને તેમની પત્ની ખેતરમાં રોપેલ ડાંગરનું તરું ઉપર ચાલી જઈ જમીનમાં ધસાવી દીધું હોવાના આક્ષેપ સાથે રમણભાઈએ ખેરગામ પોલીસને રજૂઆત કરી ન્યાયની માંગ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ખેરગામના જમાદાર દેવાભાઈ પટેલે જણાવ્યું કે આગાઉ પણ મામલો પોલીસ મથકે આવ્યો હતો,તે સમયે સમાધાન કરી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...