તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણ ઘટના:બે માસ પૂર્વે લગ્ન કર્યા બાદ પિયર આવેલી બહેન સહિત ભાઈનું અકસ્માતમાં મૃત્યુ

ખેરગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાઇ-બહેન - Divya Bhaskar
અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાઇ-બહેન
  • ખેરગામ-વલસાડ રોડ પર વાવ ફાટક પાસે એકટીવાને કારે અડફેટે લેતા બનેલી કરૂણ ઘટના

ખેરગામ-વલસાડ રોડ પર વાવ ફાટકના વળાંક પાસે ખેરગામ તરફ આવી રહેલી એકટીવાને વલસાડ તરફ જઈ રહેલી કારના ચાલકે પૂરઝડપે ટક્કર મારતા મોપેડ પર સવાર 20 વર્ષીય યુવાન અને તેની 22 વર્ષીય બહેનનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

ખેરગામ વેણ ફળિયામાં સ્વામિનારાયણ સ્કૂલની પાછળ રહેતા નરેશભાઈ પટેલની 22 વર્ષીય દીકરી ભૂમિકાના લગ્ન તાજેતરમાં જ બે મહિના પૂર્વે ઓઝર ગામે તાડ ફળિયામાં રહેતા જીગર વિજયભાઈ પટેલ સાથે કર્યા હતા. બુધવારે ભૂમિકા તેના સાસરેથી પોતાના પિયર ખેરગામ રહેવા માટે આવી હતી. સાંજે 7:30 વાગ્યાની આસપાસ ભૂમિકા તેના નાના ભાઈ ભાવિન નરેશભાઈ પટેલ (ઉ.વ. 20) સાથે તેમની એકટીવા મોપેડ પર ખેરગામ જવા માટે નીકળ્યાં હતા.

દરમિયાન તેઓ વાવ ફાટકના વળાંક પાસે પહોંચતા સામેથી પૂરઝડપે આવી રહેલી મારુતિ બલેનો કારના ચાલકે તેમની મોપેડને અડફેટે લેતા એક્ટીવા પર સવાર બંને ભાઈ-બહેન રસ્તાની બાજુમાં ફેંકાયા હતા. આ બનાવમાં ભાઈ-બહેનને ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટના બાદ તરત જ આજુબાજુથી લોકો દોડી આવ્યાં હતા તેમજ ખેરગામ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. બંનેને ખેરગામની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે કારચાલકને ઘટનાસ્થળેથી ઝડપી પાડી પોલીસ મથકે લઈ જવાયો હતો.

કારચાલકને ઘટના સ્થળેથી જ ઝડપી લેવાયો
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે ત્યાં પહોંચી ગયા હતા,પરંતુ અકસ્માતમાં ભાવિન અને ભૂમિકા બંને ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તેમને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા તેમજ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે કારના ચાલકને ઘટનાસ્થળેથી જ ઝડપી લઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. > ગુણવંતભાઈ પાટીલ, હેડ કોન્સ્ટેબલ, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...