તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ખેરગામના રૂઝવણીમાં દેવું વધતા 35 વર્ષીય યુવકે આપઘાત કર્યો

ખેરગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝેર પી લેતા હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો

ખેરગામની બાજુમાં આવેલા રૂઝવણી ગામે મંદિર ફળિયામાં રહેતા 35 વર્ષીય નિલેશભાઈ બચુભાઇ પટેલ જેઓ ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.મંગળવારની રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે રાબેતા મુજબ સુઈ ગયા હતા,દરમ્યાન મધ્ય રાત્રીએ તેમની પત્ની જાગી જતા નિલેશભાઈ ઘરે ન હતા.પત્ની તેઓ ખેતરમાં પાણી મુકવા ગયા હશે એવું સમજયા હતા,પરંતુ ઘણો સમય વીતવા છતાં તેઓ ઘરે ન આવતા આજુબાજુમાં તેમજ ખેતરે જઈને શોધખોળ કરી હતી.જ્યાં તેઓ ખેતરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

નિલેશભાઈએ કોઈક ઝેરી દવા પીધી હોવાનું જણાય આવતા તરત જ 108 બોલાવી તેમને ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા,જ્યાં બુધવારે 12 વાગ્યા બાદ તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બાબતે ગામના સુરેશભાઈ નગીનભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે જાહેરાત આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ નિલેશભાઈ ઘણા સમયથી બેરોજગાર હોય ખેતી કરતા હતા,આ દરમ્યાન તેમનું દેવું વધી જતાં તેઓ ટેનશનમાં રહેતા હતા.તેમના આ પગલાંથી તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.આ ઘટનાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપ ચૌધરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...