તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાની આશ:90 થી 120 દિવસનો પાક, 60 દિવસ પૂરા, હજુ 80% ફેરરોપણી બાકી, કૂવા અને બોરમાં પણ પાણી ડૂકી જતા ખેડૂતો ચિંતિત

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામ તાલુકાના 8 ગામમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની દહેશત
  • હવે પછી વરસાદ આવે અને રોપણી થાય તો પણ ધારેલું ઉત્પાદન નહીં મળે : ખેડૂત
  • જે ખેડૂતોએ રોપણી કરી છે તેના ખેતરોમાં પાણી વગર પાક પીળો પડી સુકાય રહ્યો છે

ખેરગામ તાલુકાના જામનપાડા, તોરણવેરા, કાકાડવેરી, પાટી, વડપાડા, ગૌરી, ચીમનપાડા ગામમાં વરસાદના અભાવે પાણી વગર ડાંગરનો પાક નિષ્ફળ જવાની દહેશત ઉભી થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી રહી છે. ધરું નાંખ્યાને 60 દિવસ થવા આવ્યા છતાં પાણી વગર હજુ 80 ટકા ખેડૂતોની ફેરરોપણી બાકી છે,અને જેણે રોપણી કરી છે તેમાં પણ વરસાદ ન આવતા પાક મુશ્કેલીમાં મુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

વિસ્તારના 6થી 7 ગામમાં કૂવા તથા બોરમાં પણ પાણી રહ્યા નથી, જેથી મોટાભાગના ખેડૂતો વરસાદ તરફ મીટ માંડી બેઠા
ખેરગામ તાલુકામાં અડધું ચોમાસુ પૂરું થઈ ગયું પરંતુ હજુ સુધી માંડ 13 ઇંચ જેટલો જ વરસાદ થયો છે. શરૂઆતના વરસાદમાં મહત્તમ ખેડૂતોએ ધરું નાખી દીધું હતું,જે ઘણા દિવસથી તૈયાર હોય પરંતુ વરસાદ ન આવતા વધુ દિવસો વિતી ગયા છે. આકાશી ખેતી ઉપર આધારિત ખેડૂતો ધરું નાંખ્યાના 60 દિવસ પછી પણ ફેરરોપણી કરી શક્યા નથી અને જે પાણી ધરાવતા ખેડૂતો છે તેમણે થોડી ઘણી રોપણી કરી છે,પરંતુ તેમાં પણ હવે પાણીની ખાસ જરૂરિયાત હોય કૂવા-બોર પણ સુકાઈ જતા લોકોની પ્રબળ આશા વરસાદ ઉપર છે પરંતું વરસાદનું પાણી પણ ન મળતા રોપેલું ભાત પણ ગરમીના કારણે પીળું પડી સુકાઈ રહ્યું છે. જેમાં હવે ધારેલું ઉત્પાદ મળવાની શકયતા નહીંવત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વિસ્તારના 6થી 7 ગામમાં કૂવા તથા બોરમાં પણ પાણી રહ્યા નથી, જેથી મોટાભાગના ખેડૂતો વરસાદ તરફ મીટ માંડી બેઠા છે. વર્ષોથી સિંચાઈથી આ વિસ્તારના ગામો વંચિત છે. આ ગામોમાં સિંચાઈના પાણીની સુવિધા થાય તો ખેડૂતોને રાહત થઈ શકે છે,જેના માટે સરકારમાં દરખાસ્ત પણ કરી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

મોં ઘુ બિયારણ નાંખવાનો પસ્તાવો છે
વરસાદ થશે એમ કરીને મોઘું બિયારણ નાખ્યું હતું,પરંતુ વરસાદ બિલકુલ ઓછો થતા મોંઘું બિયારણ નાંખી પછતાય રહ્યા છે, સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે અમે એવી આશા રાખીએ છીએ. - મણિલાલ પટેલ,ખેડૂત

મોં ઘુ બિયારણ નાંખવાનો પસ્તાવો છે
વરસાદ થશે એમ કરીને મોઘું બિયારણ નાખ્યું હતું,પરંતુ વરસાદ બિલકુલ ઓછો થતા મોંઘું બિયારણ નાંખી પછતાય રહ્યા છે, સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે અમે એવી આશા રાખીએ છીએ. -મણિલાલ પટેલ,ખેડૂત

ફેરરોપણી કર્યા બાદ પણ ખેડૂતો વરસાદ વગર પાકમાં ખાતર નાંખી શકતા નથી
અમુક ખેડૂતોએ ફેરરોપણી કરી છે તેમાં હવે વરસાદની જરૂર છે. હવે કૂવા-બોરમાં પણ પાણી રહ્યા નથી. ફેરરોપણી થયેલા ખેતરમાં હાલમાં ખાતર નાંખવાની ઘણી આવશ્યકતા છે,પરંતુ વરસાદ કે પાણી વગર ખેડૂતો ખાતર નાંખી શકતા નથી. હાલમાં ખેતરોમાં પાકનો વિકાસ થવાના બદલે તે પાણી વગર પીળો પડીને સુકાય રહ્યો છે. -નટુભાઈ ગાવિત, માજી સરપંચ, તોરણવેરા

ધરૂની મુદત પૂરી હવે રોપણી થાય તો પણ ધારેલું ઉત્પાદન મળવાની શક્યતા નહીંવત
અમારા વિસ્તારમાં ધરૂવાડિયુની મુદત સામાન્ય રીતે 20 થી 30 દિવસ હોય છે,એમાં રોપણી કરી જ દેવાની હોય છે પરંતુ આ વખતે 60 દિવસ થવા છતાં વરસાદના અભાવે રોપણી થઈ શકી નથી,ધરૂની મુદત તો પુરી થઈ ગઈ હવે પછી જો વરસાદ આવે અને રોપણી કરવામાં આવે તો પણ ખેડૂતોને ધારેલું ઉત્પાદન મળી શકે એમ નથી. - રમણભાઈ પટેલ, ખેડૂત, કાકડવેરી

દુકાળ જેવી સ્થિતિ ઉભી થઇ
આ વર્ષે 10થી 12 ટકા વરસાદ પડ્યો છે. મહત્તમ ખેડૂતો કુદરતી વરસાદ ઉપર નભે છે. અમારા વિસ્તારમાં હજુ 80-85 ટકા રોપણી બાકી છે,આ ગામોમાં દુકાળ જેવી સ્થિતિ ઉભી થઇ છે,રોપેલો પાક પણ નિષ્ફળ છે. જેમાં હવે પછી જો રેગ્યુલર વરસાદ આવે તો પણ માંડ 25-30 ટકા પાક મળી શકે એમ છે. - અરવિંદભાઈ ગરાસિયા,ખેડૂત,જામનપાડા

અન્ય સમાચારો પણ છે...