ધરપકડ:ખેરગામ તાલુકામાં 9 જુગારીયા ઝડપાયા

ખેરગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેરગામ તાલુકાના પાણીખડક હનુમાન ફળિયામાં ખેતરની ખુલ્લી જગ્યામાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરી પોલીસે 2830 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 જુગરીયાની ધરપકડ કરી હતી. જ્યારે બીજી બાજુ ખેરગામના પટેલ ફળિયામાં આંબાના ઝાડ નીચે વરલી મટકાનો જુગાર પર છાપો મારી રૂ. 1610નો મુદ્દામાલ સાથે 4ને ઝડપી બેને ફરાર જાહેર કર્યા હતા.

ખેરગામ પોલીસે તાલુકાના પાણીખડક હનુમાન ફળિયામાં સુનિલ દેશમુખના ઘરના પાછળ ખેતરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે છાપો મારતા જુગારીઓ એકબીજાની મદદગારીમાં ગોળ કુંડાળું કરી હારજીતનો જુગાર રમતા 5 જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરના રૂ. 340 અંગઝડતીના 2490 મળી કુલ રૂ. 2830નો મુદ્દામાલ સાથે મહેશ, સુમન પટેલ, સુનિલ, ગુણવંત અને જયેશ પટેલને ઝડપી પાડ્યા હતા.

જ્યારે બીજા બનાવમાં ખેરગામ પટેલ ફળિયામાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મુકેશ રાઠોડના ઘરની સામે આંબાના ઝાડ નીચે છાપો મારતા બજારના આંક ફરકના આંકડા ઉપર વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીયાને ઝડપી પાડી રૂ. 1610નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે મટકાનો જુગાર રમાડનારા 2 જણાંને ફરાર જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...