કાર્યવાહી:ખેરગામમાં બે જગ્યાએથી જુગાર રમતા 9 ઝડપાયા

ખેરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જુગાર રમાડનાર 2 સહિત 4 ઇસમ વોન્ટેડ જાહેર

ખેરગામ તાલુકાના પાણીખડક હનુમાન ફળિયામાં ખેતરની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરી પોલીસે 2830 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 જેટલા જુગરીઓની ધરપકડ કરી હતી.જ્યારે બીજી બાજુ ખેરગામના પટેલ ફળિયામાં આંબાના ઝાડ નીચે વરલી મટકાનો જુગાર પર છાપો મારી 1610 રૂપિયાનો મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી બેને વોન્ટેન્ડ જાહેર કર્યા હતા.

ખેરગામ પોલીસે પાણીખડક હનુમાન ફળિયામાં સુનિલ દેશમુખના ઘરના પાછળ ખેતરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે છાપો મારતા જુગારીઓ એકબીજાની મદદગારીમાં ગોળ કુંડાળું કરી હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડવા સાથે દાવ ઉપરના 340 રૂપિયા અગઝડતીના 2490 મળી કુલ્લે 2830 રૂપિયાનો મુદ્દામાલ સાથે મહેશ, સુમન પટેલ, સુનિલ, ગુણવંત અને જયેશ પટેલને ઝડપી પાડ્યા હતા​​​​​​.

જ્યારે બીજા બનાવમાં ખેરગામ પટેલ ફળિયામાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મુકેશ રાઠોડના ઘરની સામે આંબાના ઝાડ નીચે છાપો મારતા બજારના આક ફરકના આંકડા ઉપર વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીઓ સાથે 1610 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ વરલી મટકાનો જુગાર રમાડનારા 2 ઈસમોને વોન્ટેન્ડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...