તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખેરગામમાં 18+ થી 45 વય સુધીનાની 62 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક સપ્તાહથી રોજ 500થી 600 ડોઝ ફાળવાતા કામગીરી ઝડપી બની ગઇ
  • 22 ગામમાં કુલ 50115 લોકો પૈકી 31000 જેટલાનું રસીકરણ કરાયું છે

ખેરગામ તાલુકાના 22 ગામોમાં વેકસીનેશન અત્યાર સુધીમાં તાલુકામાં 18 અને 45થી વધુ વય ધરાવતા લોકોમાં 62 ટકા જેટલી વેકસીનેશનની કામગીરી પૂર્ણ થઈ હતી.ખેરગામ તાલુકાના ચીમનપાડા અને નડગધરી ગામમાં 100 ટકા વેકસીનેશનની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.શરૂઆતમાં વેકસીન મુકાવવા લોકોમાં ભારે કચાશ જોવા મળતી હતી,પરંતુ વેકસીન બાબતે લોકોમાં જાગૃતિ આવી જતા છેલ્લા કેટલાક દિવસથી સવારથી લોકો વેકસીનેશનના કેમ્પ સ્થળે પહોંચી લાઈનમાં ઉભા થઇ જાય છે.

પરંતુ રસીના ડોઝ જેટલા આવતા હોય તેનાથી લાઈનમાં વધુ લોકો ઉભા રહેતા હોવાથી કેટલાક લોકોએ રસી મુકાવ્યા વગર જ પરત થવું પડે છે.શરૂઆતમાં ખેરગામ માટે આશરે 300ની આસપાસ જ રસીના ડોઝ ફાળવવામાં આવતા હતા,પરંતુ આરોગ્ય અધિકારી ભરતભાઇ પટેલ તેમજ આગેવાનોની રજુઆત બાદ છેલ્લા આઠ દશ દિવસથી 500-600 જેટલા ડોઝ દરરોજ ફાળવવામાં આવતા વેકસીનેશનની કામગીરી તેજ બની છે.જોકે હજુ વધુ ડોઝ ખેરગામ તાલુકા માટે ફાળવવામાં આવે એવી માંગ છે.તાલુકાના 22 ગામોમાં કુલ 50115 લોકોને રસી આપવાની થાય છે,જે પૈકી 31000 જેટલા લોકોનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.

100 ડોઝની સામે 150 લોકોની લાઇન
ખેરગામ વિસ્તારમાં દરરોજ ફાળવવામાં આવતા રસીના ડોઝ પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ પીએચસીના અલગ અલગ બે-ત્રણ ગામોમાં કેમ્પ ગોઠવાય છે,જ્યાં સવારથી જ લોકો લાઈનમાં ઉભા થઇ જાય છે.કેમ્પના સ્થળે 100 ડોઝ રસીની સામે તેનાથી વધુ લોકો લાઈનમાં હોય છે.છેલ્લા 15 દિવસમાં આઠથી દશ હજાર લોકોને રસી આપવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રસી બાબતે લોકોમાં જાગૃતિ આવતા સરપંચોના દરરોજ ફોન આવે છે
છેલ્લા કેટલાક દિવસથી રસી બાબતે લોકોમાં ઘણી જાગૃતિ આવતા રસીના કેમ્પ યોજવા સરપંચો દરરોજ ફોન કરે છે.હાલમાં 500ની આસપાસ રસીના ડોઝ દરરોજ આવે છે,જો પંદર-વિસ દિવસ ખેરગામ તાલુકા માટે દરરોજ હજારની આસપાસ ડોઝ ફાળવવામાં આવે તો તાલુકામાં રસિકરણની 100 ટકા કામગીરી ઝડપી થઈ શકે છે. - ભરતભાઇ પટેલ, THO, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...