તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી પૂર્ણ:ખેરગામની લોક અદાલતમાં 375 કેસનો સ્થળ પર નિકાલ

ખેરગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ તાલુકાની સેવા સદાનની ઉપર ચાલી રહેલી સિવિલ કોર્ટમાં કોરોના મહામારી બાદ 2021ની પ્રથમ રાષ્ટ્રીય લોકઅદાલત સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાહુલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ કેશોના પક્ષકારો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના પાલન સાથે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં વિભિન્ન પેન્ડિંગ કેસમાં પક્ષકરોને કાયમી ફાયદો થાય તે રીતે સરકારી વકીલ શકિલભાઈ માલિક તેમજ કોર્ટના સ્ટાફ અને કર્મચારી દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જેમાં ક્રિમિનલ, દિવાની પ્રકારના જમીનને લગતા કેસ, ભરણ પોષણ, જાહેરનામા ભંગના કેસ, DGVCLને લગતા કેસ, બેંકની પતાવટવાળા કેસ સહિત વિવિધ પ્રકારના કુલ 375 જેટલા કેસનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી લોક અદાલતમાં ઘણા કેસનો નિકાલ આવી જતા પક્ષકારોએ રાહતની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...