જળસ્તરમાં વધારો:ખેરગામમાં તાન-ઔરંગા નદીના પાણીમાં તાલુકાના 3 કોઝવે ગરક

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટી-ખટાણા, ચીમનપાડા-મરઘમાળ અને નાધઇ-મરલાને જોડતા પુલ ડૂબ્યા

ખેરગામ તાલુકામાં બે દિવસથી વરસાદનું આગમન થતા મેઘમહેર જામ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તાન અને ઔરંગા નદીમાં ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધતા તાલુકાના ત્રણ અતિઉપયોગી કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા. નાંધઈ ગામમાંથી પસાર થતી ઔરંગા નદીના જળસ્તરમાં પણ વધારો થતા ગરગડીયા પુલ પરથી અવરજવર બંધ થઈ હતી.

ખેરગામ તાલુકામાં રવિવારની મોડી રાતથી ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઔરંગા નદી પર નાંધઇમાં આવેલો ગરગડીયા પુલ, ખટાણા-પાટી અને ચીમનપાડા-મરઘમાળને જોડતા ત્રણેય પુલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા. ગરગડીયા પુલ ડુબાઉ સ્થિતિમાં હોવાથી ખેરગામ તાલુકાના નાધઇ-મરલા ગામને જોડતા રસ્તે અવરજવર બંધ થતાં મરલા કાપરીયા, નારણપોર, નાધઇ જેવા અનેક ગામના લોકો જે પોતાની રોજગારી કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે આવવા-જવા લોકોએ હાલાકી વેઠવી પડી છે.

હાલમાં અનેક લોકોને ખેરગામથી મરલા સુધીનું અંતર કાપવા લાંબો ચકરાવો લગાવો પડી રહ્યો છે. ખેરગામ તાલુકામા રવિવારે 4 વાગ્યાથી સોમવારે 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે મોસમનો કુલ 63 ઇંચથી વધુ વરસાદ થયો હતો. ખેરગામ તાલુકામાં પાટી-ખટાણા અને ચીમનપાડાના પુલ પાણીમાં ગરકાવ થતા ઔરંગા નદીની બે સહાયક નદી તાન અને માનમા ઉપરવાસમાં થઇ રહેલા વરસાદને કારણે જળસ્તરમાં વધારો થયો હતો. જેને પગલે ઔરંગા નદી બે કાંઠેથી વહેતી થઇ હતી. ગરગડીયા પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે જેને પગલે ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ગરગડીયા પુલ ઉપરથી પણ અવરજવર બંધ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...