અનેક ગામનો સંપર્ક કપાયો:ખેરગામ તાલુકાના 3 કોઝવે ધસમસતા પાણીમાં ગરકાવ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય પુલ પાણીમાં ડૂબતા અનેક ગામનો સંપર્ક કપાયો

ખેરગામ તાલુકામાં ભારે વરસાદથી પાટી-ખટાણા, ચીમનપાડા-મરઘમાળ અને નાધઇ-મરલાને જોડતા ત્રણેય પુલ પાણીમાં ડૂબતા અનેક ગામનો સંપર્ક કપાયો. ખેરગામ તાલુકામાં રવિવારની મોડી રાતથી ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.ઔરંગા નદી પર નાંધઇમાં આવેલો ગરગડીયા પુલ,ખટાણા-પાટી અને ચીમનપાડા-મરઘમાળને જોડતા ત્રણેય પુલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા.ગરગડીયા પૂલ ડુંબાવ સ્થિતિમાં હોવાથી ખેરગામ તાલુકાના નાધઇ મરલા ગામને જોડતા રસ્તે અવરજવર બંધ થતાં મરલા કાપરીયા,નારણપોર,નાધઇ જેવા અનેક ગામના લોકો જે પોતાની રોજગારી માટે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે આવવા-જવા લોકોએ હાલાકી વેઠવી પડી છે.

હાલમાં અનેક લોકોને ખેરગામથી મરલા સુધીનું અંતર કાપવા લાંબો ચકરાવો લગાવો પડી રહ્યો છે.ખેરગામ તાલુકામા રવિવારે 4 વાગ્યાથી સોમવારે 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જ્યારે મોસમનો કુલ 63 ઇંચથી વધુ વરસાદ થયો હતો.

ખેરગામ તાલુકામાં પાટી - ખટાણા , અને ચીમનપાડા ના પૂલ પાણીમાં ગરકાવ થતા ઔરંગા નદીની બે સહાયક નદીઓ તાન અને માંનમા ઉપરવાસમાં થઇ રહેલા વરસાદને કારણે જળ સ્તરમાં વધારો થયો હતો,જેને પગલે ઔરંગા નદી બે કાંઠેથી વહેતી થઇ હતી,ગરગડીયા પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે જેને પગલે ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ગરગડીયા પુલ ઉપરથી પણ અવરજવર બંધ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...