સંક્રમણ:ખેરગામ નજીકની શ્રીરંગ વિદ્યા મંદિર નિવાસી શાળાના 2 વિદ્યાર્થી પોઝિટિવ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ સંક્રમણ ન ફેલાય તે માટે 7 દિવસ શાળા બંધ રાખવાનો શાળા સંચાલક મંડળે નિર્ણય લીધો

ખેરગામના પણંજ જતા સરસીયા ફળિયા ખાતે આવેલી શ્રીરંગ વિદ્યામંદિર નિવાસી છાત્રાલયમાં બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા અન્યોમાં ચેપ ન ફેલાય તે માટે સાત દિવસ સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાંનો શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે.

તાલુકા તબીબી અધિકારી ડૉ. ભરત પટેલના જણાવ્યા મુજબ શાળાના તમામ વિદ્યાર્થીઓ છાત્રાલયની દેખભાળ કરનાર અને શિક્ષકો સહિત લગભગ 140નો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એકબે વિદ્યાર્થીઓને થોડા લક્ષણો જણાતા શાળા-શિક્ષણ કાર્ય બંધ રાખવાની ભલામણ કરી હતી. બંને વિદ્યાર્થી કપરાડા તાલુકાના રહેવાસી હોય તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. છાત્રાલયમાં રહેતા 112 વિદ્યાર્થીઓ ધરમપુર કપરાડા તાલુકાના હોય જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-વલસાડ અને સંબંધિતોને જાણ કરી છે.

શાળાના સંચાલક કાળીદાસ પટેલના જણાવ્યા મુજબ બાળકોને તેમના વાલીઓ મળવા આવે તેના લીધે આ ચેપ ફેલાયાની શક્યતા જણાય છે, બાકી દિવાળી પછીથી શિક્ષણ કાર્ય ચાલે છે જેમાં એક પણ પોઝિટિવ હતો નહીં, બધા જ તંદુરસ્ત હતા.શાળા સંકુલના દત્ત આશ્રમમાં દર વર્ષે દત્ત મંદિરે માગસર પૂર્ણિમા- દત્ત જયંતિની ભવ્ય ઉજવણી થાય છે પરંતુ આ બનાવ બનતા માત્ર સાદાઈથી કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે પાદુકા પૂજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...