તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાવિષ્ણુ યજ્ઞ:આછવણીમાં કોરોના બીમારીથી લોકો મુક્ત થાય તે માટે 108 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કરાયો

ખેરગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આછવણી ગામના પ્રગટેશ્વર મહાદેવ સેવા સમિતિ અને શિવ પરિવાર દ્વારા આયોજિત 108 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ સાંઈબાબા મંદિર નાની દમણમાં શિવભક્ત ધર્મચાર્ય પરભુદાદાના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ભાવિક ભકતોએ સમુદ્ર કિનારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થયેલા યજ્ઞમાં આહુતિ આપી હતી.

આશીર્વચન આપતા પરભુદાદાએ કહ્યું કે ભગવાન કોઈનો ભાર રાખતા નથી,આજે થયેલા સત્કર્મમાં જે લોકોએ તન, મન અને ધનથી સહકાર આપીને યજ્ઞમાં ભાગ લીધો એ તમામ ભક્તોને એનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. સમગ્ર વિશ્વમાં ચાલી કોરોના મહામારીમાંથી લોકો મુક્ત થાય અને વિશ્વના લોકોનું કલ્યાણ થાય તેવા શુભ આશયથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ અગ્રણી વિશાલભાઈ, ભુપેન્દ્રભાઈ મહારાજ, મુકેશભાઈ, બાબુભાઇ, બિપીનભાઈ પરમાર સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અપ્પુભાઈ પટેલ, રાહુલ પટેલ, કૃપાશંકર યાદવ સહિતના અનેક ભક્તોએ યજ્ઞને સફળ બનાવવામાં સહયોગ પૂરો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...