તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:એંધલ-દુવાડા ફાંટા પર બે દિ’માં બે અકસ્માત

ખારેલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 પર દુવાડા ફાંટા પર છેલ્લા બે દિવસમાં બે અકસ્માત સર્જાયા હતા. બનાવની વિગત એવી છે કે 27મીએ રાત્રે 1 કલાકે ટેન્કર (નં. જીજે-06-એપી-7687)ના ચાલક અમદાવાદથી મુબઈ લાઈનમાં જતો હતો ત્યારે દુવાડા ફાંટા પાસે ઝોકું આવી જતા ટેન્કર ડિવાઈડર પર ચઢાવી દીધું હતું.

જયારે 28મીએ મળસ્કે ટ્રક કન્ટેનર (નં. આરજે-14-જીકે-7077)ના ચાલક દિલ્હીથી મુંબઈ તૈયાર કપડા અને બુટના બોક્ષ લઈને જતો હતો ત્યારે દુવાડા ફાંટા આગળ હાઇવેને પહોળો જોઈ ટ્રક જમણી બાજુ દબાવી હતી પરંતુ કટ પૂરો થતા ત્રણ લાઈન થઇ જતા ડિવાઈડર પર ચઢાવી પલટી મારી ગઈ હતી. જોકે આ બંને અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હતો. જયારે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો