તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ચીખલીથી સાપુતારા રોડે ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પરેશાન, માર્ગનું રિકાર્પેટીંગની કામગીરી હાથ ધરાતાં મુશ્કેલી

ખારેલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલીથી સાપુતારા માર્ગ પર ચીખલી કોલેજથી ચીખલી ડેપો સુધીના માર્ગનું રીકાર્પેટીંગની કામગીરી હાથ ધરાતા વાહનનોની બંને બાજુ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ચીખલી કોલેજથી ચીખલી ડેપો સુધીના માર્ગનું રીકાર્પેટીંગની કામગીરી શરૂ કરાતા ચીખલી કોલેજથી ડેપો આવતા માર્ગની લાઈન બંધ કરી આ માર્ગને ચીખલીથી સાપુતારા રોડ પર ડાયવર્ઝન અપાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ચીખલી કોલેજથી બગલાદેવ મંદિર સુધીની વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને બગલાદેવ મંદિરથી ચીખલી ડેપો સુધીની લાઈન લાગી જતા વાહનચાલકો અટવાયા હતા. જેમાં ખાસ કરીને એસ.ટી.બસોમાં ફસાતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતની ટ્રાફિક પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને રસ્તો ખુલ્લો કરાવવા કામે લાગી હતી. પોલીસને ટ્રાફિક હળવો કરવા માટે લાંબો સમય લાગતા જામમાં અટવાયેલા વાહનચાલકો અકળાઇ ઉઠ્યા હતા. આ રસ્તા પર રીકાર્પેટીંગ દિવસ દરમિયાન કરાતા વાહનોની અવરજવર દરમિયાન કરાતા મુશ્કેલી વધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો