તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:ગ્રામ સેવા ટ્રસ્ટે સલુનમાં અલ્ટ્રા વાયોલેટ લાઇટ આપી

ખારેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેર અટકાવવા અનોખી પહેલ

હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે અને કોરોનાના કેસો પણ દિવસે દિવસે ઘટી રહ્યાં છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નિષ્ણાંતો જોઈ રહ્યાં છે. આ ત્રીજી લહેર અટકાવવાના પ્રયાસો પણ ખુબ મહત્વના જણાય છે. ભૂતકાળના અનુભવે સમજાય છે કે હાલના સમયે જો લોકો કાળજી નહીં લેશે તો ત્રીજી લહેર ફરીથી મુશ્કેલી ઉભી કરી શકે છે.

આ સંજોગોમાં ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા આજુબાજુના ગામોમાં કોરોના અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં હાલ એક નવતર પ્રયોગ કર્યો છે. કોરોના સંક્રમણ થવામાં એક મહત્વનું સ્થળ છે સલુન પાર્લર (વાળંદની દુકાન). જો આ સ્થળે વપરાતા સાધનો વ્યવસ્થિત સાફ કે સ્ટરલાઇઝ નહીં થાય તો ગ્રાહકોમાં ચેપ લાગવાની શક્યતા વધતી જાય છે. સંક્રમણ અટકાવવા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી આજુબાજુના સલુન પાર્લરમાં અલ્ટ્રા વાયોલેટ લાઇટ (યુ.વી.લાઈટ) ધરાવતી પેટીઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેમાં વાળંદ પોતાના સાધનો દરેક ગ્રાહક દીઠ ચેપરહિત કરી શકે અને સંક્રમણ અટકી શકે.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે હાલમાં પ્રાયોગિક ધોરણે સંસ્થા તરફથી આ પેટીઓ વિનામૂલ્યે આપવમાં આવી છે, પરંતુ જો ઉપયોગી જણાશે તો સ્થાનિક ધોરણે બનાવીને સસ્તા દરે આ સાધન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...