કોરોનાનો કહેર:એંધલ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગઇ

ખારેલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા હાઈવે નં. 48 ઉપર એંધલ પાસે એક ટ્રક ચાલકે આગળ ચાલતી ટ્રકમાં અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી. બનાવની વિગત એવી છે કે અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં એક ટ્રક (નં. જીજે-25-ટી-5277) મુંબઈ તરફ જતી હતી. દરમિયાન એંધલ હાઇવેની નહેર પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રક (નં. એમએચ-41-જી-6465)માં ટાઈલ્સના બોક્ષ ભરેલા હતા અને મુંબઈ તરફ જતી હતી તેમાં પાછળથી ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...