કાર્યવાહી:વલસાડ એસ.ટી.નો ચાર્જ સુરતના ડીસી સંજય જોશીને સોંપાયો

ખારેલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ પહેલા વલસાડના નિયામક લાંચ લેતા ઝડપાયા

ગુજરાત એસ.ટી.તંત્રનો વલસાડ વિભાગનો વહીવટ કેટલાક વખતથી કથળી રહ્યો હતો અને મુસાફરોમાં આક્રોશ ફેલાયેલો હતો. વિભાગીય નિયામક દિલીપ ચૌધરી લાંચમાં સપડાતા વલસાડ એસ.ટી.વિભાગનો ચાર્જ કોને અપાશે એવી ચર્ચા જાગી હતી. એસ.ટી.ના સૂત્રો પાસે મળતી માહિતી મુજબ વલસાડ એસ.ટી.વિભાગનો ચાર્જ સુરત વિભાગીય નિયામક સંજય જોશીને વલસાડનો વધારાનો ચાર્જ સોંપાતા વલસાડ વિભાગના મુસાફર જનતામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને હવે એસ.ટી.નો વહીવટ સુધરશે એવી આશા જાગી છે.

સંજય જોશી છેલ્લા ત્રણ વર્ષથી સુરતના વિભાગીય નિયામક તરીકે કુશળ વહીવટ ચલાવે છે. જેમણે સુરત વિભાગમાં યુનિયનો કે જે મુસાફરલક્ષી નિર્ણય લેવામાં દખલગીરી કરતા હતા તેમણે પણ સાંખી લીધા ન હતા અને સુરત એસ.ટી.વિભાગ નો વહીવટ અને આવકમાં સારો એવો વધારો કર્યો હતો. આમ સંજય જોશીને ચાર્જ સોંપાતા વલસાડ વિભાગના સમાવિષ્ટ બીલીમોરા ડેપોના મનસ્વી વહીવટ ઉપર લગામ લાગશે એવું લાગી રહ્યું છે. બીલીમોરા ડેપોના વહીવટથી મુસાફર જનતામાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે તેમાં સુધાર આવશે એવી આશા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...