ચમત્કારિક બચાવ:ખારેલ બ્રિજ પર અકસ્માત બાદ કાર રેલિંગ પર ચઢી ગઇ

ખારેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ને.હા.નં. 48 પર મુંબઇથી સુરત જતી કાર સાથે ઘટના બની
  • કારમાં સવાર ત્રણેય જણાંનો ચમત્કારિક બચાવ

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 પર ક્રેટા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ કાર પુલની રેલિંગ ઉપર ચઢી જતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો. બનાવની વિગત એવી છે કે શુક્રવારરે સવારે 9.30 કલાકે ને.હા.ન.48 ખારેલ ઓવરબ્રિજ પર મુંબઈથી સુરત તરફ ક્રેટા કાર (નં. જીજે-05-આરડી-7799) જતી હતી. જેને એક ટ્રક ચાલકે કે જે મુંબઈથી વડોદરા તરફ જતો હતો તેણે કારને પુલની રેલિંગ બાજુ દબાવતા કારની ડાબી બાજુના બંને ટાયર રેલિંગ પર ચઢી ગયા હતા.

આ અકસ્માત ઓવરબ્રિજની ઉભેલા લોકો એ જોતા તેઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો, જેનો પીછો કરી પકડી પાડ્યો હતો. ટ્રક (નં. જીજે-06-બીટી-4612)ના ચાલકને પકડી ખારેલ પોલીસ ચોકી લાવ્યા હતા. બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધમધમતા નેશનલ હાઇવે નં. 48 ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતોની વણજાર સર્જાતી રહી છે. દરમિયાન ખારેલ ઓવર બ્રિજ પાસે બનેલી ઘટનામાં ત્રણનો ચમત્કારિક બચાવ થતાં લોકોએ રાહત અનુભવી હતી. આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, પરંતુ હાઇવે ઉપર ચાલતા ભારે વાહનોના ચાલકો દ્વારા અવારનવાર ગફલતભરી રીતે હંકારી નાના વાહનો માટે જોખમ ઉભુ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...