સમસ્યા:એંધલ-ધનોરી રોડ પર ખાડો પુરાતા વાહનચાલકોને રાહતખાડામાં પથ્થર મૂકાતા જોખમ ઉભું થયુ હતંુ

ખારેલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના એંધલ ગામથી ધનોરી જવાના રોડ ઉપર હાલમાં 15 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને લઈને બીએસએનએલ ટાવર સામે ધનોરી પાસે પડેલા ખાડામાં મોટો પથ્થર મૂકી ખાડો પુરાયો હતો. જેને લઈને વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ અંગે બે દિવસ અગાઉ માર્ગ અને મકાન ખાતાના અધિકારી ચૌધરીનો સંપર્ક કરતા થઇ શક્યો ન હતો. જેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ જે એજન્સીએ બનાવ્યો છે તેને તાત્કાલિક બોલાવી આ ખાડો પૂરવા જણાવ્યું છે જે અંતર્ગત ખાડામાંથી પથ્થર કાઢી નાંખી ડામરનું લેયર કરતા વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને માર્ગ અને મકાન ખાતાની આ કામગીરીની નોંધ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...