તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બીલીમોરા એસટી ડેપોની ખારેલની 20 ટ્રીપ બંધ કરી દેવાતા મુસાફરોમાં આક્રોશ

ખારેલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ ઘટ્યું ને નોકરી-ધંધા, રોજગાર શરૂ થયા પણ એસટી ખોરંભે
  • નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ સુધી રજૂઆત કરાઇ છતાં કોઇ નિરાકરણ નહીં

ગુજરાત એસ.ટી.તંત્રની કોરોના મહામારીમાં ખારેલ વિસ્તારની બીલીમોરા ડેપોની કેટલીય ટ્રીપો સ્થગિત કરાઈ હતી. હવે કોરોનાની પરિસ્થિતિ હળવી બનતા અને લોકોના પણ નોકરી-ધંધા ખુલવા માડ્યાં છે પરંતુ બીલીમોરા ડેપોથી એંધલ અને ખારેલ વિસ્તારને સાંકળતી 20 જેટલી ટ્રીપ હજુ ચાલુ કરાઈ નથી. આ ટ્રીપ ચાલુ કરાવવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ એસ.ટી.અધિકારી સામે વામણા પુરવાર થયા છે. જેને લઈને પ્રજામાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે.

કોરોનાને લઈને બીલીમોરાથી એંધલ અને આગળ જતી બસો તેમજ બીલીમોરાથી પીપલધરા અને ખાપરીયા અને આગળ જતી કુલ 20 જેટલી ટ્રીપ સદંતર બંધ છે. આમ રહેજ, વડસાંગળ, ચાંગા, ધનોરી, એંધલ, ખાપરીયા, પીપલધરા, ગણદેવા, નોગામા ટાંકલ જેવા મુસાફરોને જેમને બીલીમોરા જવું હોય તો ભારે યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે. એસ.ટી.તંત્રે પણ મુસાફરોને ખાનગી વાહનને હવાલે કરી દીધા છે. આમ આઝાદી પછી પહેલીવાર આ વિસ્તારની જનતા એસ.ટી.સેવાથી વિમુખ રહી છે અને આ વિસ્તારના ધારાસભ્યો પણ એસ.ટી.ના અધિકારી સામે કોઈ પ્રભાવ પાડી શક્યાં નથી.

બીલીમોરા ડેપો મેનેજર પણ કોઈ ઉપરી અધિકારીનું સાંભળતા નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે.\nઆ અંગે નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈને એસ.ટી.ના પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે હું સંકલનની મિટીંગમાં આ પ્રશ્નની રજૂઆત કરીશ. જોકે ધારાસભ્ય પણ આમાં કેવો પ્રભાવ પાડી શકે એ તો આવનાર સમય જ બતાવશે.

સુપા પંથકની બસ સેવા પણ ખોરંભે
ગુરૂકૂળ સુપા પંથકની એસટી બસ પણ છેલ્લા કેટલાક સમયથી નહીં દોડાવાતા મુસાફરોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ખાનગી વાહનોના સહારે મુસાફરોએ ભૂત બંગલાથી નવસારી સુધી ખેંચાવું પડે છે. જેમાં આર્થિક બોજ વધી રહ્યો છે. અવાનવાર રજૂઆત છતાં એસટી નિગમના સંચાલકો તે બાબતે ધ્યાન આપતા નથી. જેથી સ્થિતિ વણસી છે. > સુમનભાઇ નાયક, સામાજિક અગ્રણી, સુપા ગામ

અન્ય સમાચારો પણ છે...