તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજય:એંધલમાં ગ્રામ્ય આદિવાસી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ન્યુ સ્ટાર ઇલેવનનો વિજય

ખારેલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગણદેવી તાલુકાના એંધલ ગામે ગ્રામ્ય આદિવાસી સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ આદિવાસી સમાજના જયેશ પટેલ અને કૌશિક પટેલ અને માનાફળિયા ન્યુ સ્ટાર ઈલેવન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્ના.માં એંધલની આદિવાસી સમાજની જુદી જુદી 7 ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એંધલ ચામુંડા ગ્રાઉન્ડ પર રમાયેલ આ ટુર્નામેન્ટના અંત ભાગમાં પ્રથમ સેમીફાઈનલ પહાડ ફળિયા એંધલ અને વાંઝરી ફળિયા એંધલ અને બીજી સેમી ફાઈનલ કિશન ટેકરી એંધલ અને ન્યુ સ્ટાર ઈલેવન માનાફળિયા વચ્ચે યોજાઈ હતી.

જેમાં વિજેતા પહાડ ફળિયા અને ન્યુ સ્ટાર ઈલેવન માના ફળિયા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. પહાડ ફળિયા એંધલ પ્રથમ દાવ લઇ 8 ઓવરમાં ફક્ત 24 રન બનાવ્યા હતા. આ લક્ષાંક માના ફળિયા ન્યુ સ્ટાર ઇલેવને 2.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી કર્યો હતો. ટુર્નામેન્ટ માં મેન ઓફ ધ સિરીઝ મયુર પટેલ (લાલુ), બેસ્ટ બોલર જયેશ પટેલ અને બેસ્ટ બેટસમેન રીતેશ પટેલ બન્યા હતા. જેમને ટ્રોફી એનાયત કરાઈ હતી. વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને એંધલના ઉપસરપંચ રાહુલ એન.પટેલ અને એંધલના અગ્રણી ડો. કમલેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. ડો.કમલેશભાઈ પટેલે વિજેતા ટીમને રોકડ પુરસ્કાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો