તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સુરત ડેપો પર નવસારીના મુસાફરોનો હલ્લાબોલ

ખારેલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારીનું ભાડું રૂ.41ની બદલે 51 લેવાયું

ગુજરાત એસ.ટી.તંત્રના વલસાડ વિભાગના વલસાડ ડેપોની બસ એક્સ્ટ્રા સંચાલનમાં વલસાડથી ઊંઝા ગઈ હતી ત્યાંથી પરત ફરતા સુરતથી નવસારીનું ભાડું વધુ વસૂલાતા સુરત ડેપો ઉપર નવસારીના મુસાફરોની બબાલ થઇ હતી.

સુરત એસ.ટી.ડેપો ઉપર સાંજના સમયે વલસાડથી ઊંઝા ગયેલી બસ વલસાડ જવા આવી હતી. બસ (નં. જીજે-18-ઝેડ-6382) આવતા જ પાસ હોલ્ડરો નવસારી જવા બેસી ગયા હતા. કંડકટરે આ બસમાં પાસ ચાલશે નહી તેમ જણાવતા બબાલની શરૂઆત થઇ હતી. આ બાબતે કંડકટર જોડે લાંબી રકઝક બાદ પાસ હોલ્ડરો વધુ માથાકૂટમાં ન પડતા ઉતરી ગયા હતા. ત્યારબાદ બસ ઉપડતા સુરત ડેપોથી ઉધના દરવાજા વચ્ચે ટિકીટ ફાડવાનું શરૂ કરતા અને નવસારીનું ભાડું રૂ. 41ની જગ્યાએ રૂ. 51 લેવા મળતા પછી બબાલ શરૂ થઇ હતી. કંડકટરે જણાવ્યું હતું કે આ બસમાં દિવાળી એક્સ્ટ્રા હોય સવા ગણું ભાડું મશીનમાં આવે છે અને લાંબી રકઝક બાદ વલસાડ ડેપો મેનેજરને ફોન કંડકટરે કરતા તેમને જણાવ્યું હતું કે જે મુસાફરને પોષાય ન હોય તેમને ઉતારી મુકો પરંતુ બસ અડધે આવી હોય પાછી સુરત ડેપો લઇ ગયા હતા અને મુસાફરોને ઉતાર્યા હતા. વળી મુસાફરો સુરત કંટ્રોલ પોઈન્ટ ઉપર રજૂઆત સુરતના એસ.ટી.અધિકારીઓએ આ બસ અમારા ડેપોની નથી કહી હાથ ખંખેરી લીધા હતા, ત્યારબાદ બસ 1.30 કલાક બાદ વલસાડ જવા ઉપડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો