હાલાકી:ખારેલ ઓવરબ્રિજનાે સર્વિસ રોડ બિસ્માર થતા વાહનચાલકો ત્રસ્ત

ખારેલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.ન.48 પર ખારેલ ઓવરબ્રિજ આવેલો છે. આ ઓવરબ્રિજનો સર્વિસ રોડ અન્ય ઓવરબ્રિજ જેટલો જ વ્યસ્ત રહે છે. હાલમાં પડેલ વરસાદને લઈને સર્વિસ રોડ બિસ્માર થયો છે. જેને પગલે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

હાઇવે પર હાલમાં પડેલ ભારે વરસાદ ને લઈને ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે. જેનું રિપેરીંગ કામ ગોકળગાયની ઝડપે થઇ રહ્યું હોવાને લઈને વાહનચાલકોમાં આક્રોશ જોવા મળે છે. આવા ખાડાઓને લઈને વાહનના કિંમતી પાર્ટમાં પણ ભાંગતૂટ થઇ રહી છે. ખારેલ ઓવરબ્રિજના બંને બાજુના સર્વિસ રોડ એટલેકે ચીખલીથી નવસારી અને નવસારીથી ચીખલી તરફના સર્વિસ રોડ પર કાદવ-કપચીના થર જામી ગયા છે અને કેટલેક ઠેકાણે સર્વિસ રોડ તૂટી પણ ગયો છે. હાઇવે ઓથોરિટી દર વર્ષે ટોલટેકસમાં વધારો જ કરતી જાય છે પરંતુ હાઇવેની જાળવણીમાં ઉણી ઉતરે છે. હવે તો ચોમાસાએ પણ વિદાય લીધી છે તો હાઇવેના અધિકારીઓએ હાઇવેની સાફ સફાઈ અને રિપેરીંગની કાર્યવાહી યુદ્ધના ધોરણે કરવી જોઈએ એવી માંગ ઉઠી છે. આગામી દિવસોમાં વરસાદ ઓછો થવાની સાથે રીપેરીંગનું કામકાજ ઝડપથી શરૂ કરી રસ્તાને યોગ્ય કરાય તે ખૂબ જરૂરી જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...