તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાર અડફેટે આધેડનું મોત, બાળક ફંગાેળાઇ જતાં બચાવ, બોરીયાચ નાકે હાઇવે ક્રોસ કરતા અકસ્માત

ખારેલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસે બાળકને લઈને હાઇવે ક્રોસ કરતા એક આધેડ કાર અડફટે ચઢતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાળકનો આબાદ બચાવ થયો હતો. બોરીયાચ હળપતિ વાસમાં રહેતા ગોવિંદભાઈ મણીભાઈ હળપતિ ઉ.વ.59 કેડમાં બાળક લઈને હાઇવે ક્રોસ કરતા હતા, ત્યારે મુંબઈથી અમદાવાદની લાઈનમાં અમદાવાદ તરફ જતી મારુતિ અર્ટીકા કાર નં.જીજે.01 ઝેડ 8846ના ચાલકે અડફટે ચઢાવતા ગોવીદભાઈની કેડમાંથી ઉછળી દુર ફેકાતા બાળકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ગોવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...