તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:બોરીયાચ ટોલનાકેથી પસાર થવા નવસારીના વાહનો માટે રૂ. 150નો માસિક પાસ લેવો પડશે

ખારેલ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે મધરાતથી ફાસ્ટટેગનો ફરજિયાત અમલ શરૂ થયો
 • સ્થાનિક વાહનચાલકોને પાસ માટે અેક બે દિવસ છૂટછાટની શક્યતા

નવસારીના બોરીયાચ ટોલનાકા પર એનએચઆઈની ગાઈડ લાઈન મુજબ ફરજીયાત ફાસ્ટ ટેગનો અમલ 16મી ફેબ્રુઆરીથી શરૂ કરવા પરિપત્ર બહાર પડાયો છે એટલે આજ મધરાતથી તેનો અમલ શરૂ કરવા ટોલનાકાનું તંત્ર સજાગ બન્યું છે. આજે દિવસ દરમિયાન ટોલ નાકા ઉપર વાહન વ્યવહાર સામાન્ય રહ્યો હતો અને રોજની જેમ જ ફાસ્ટ ટેગની લાઈનમાં લાંબી કતારો જોવા મળી હતી.

રાહતના સમાચાર એ છે કે જે લોકલ વાહનો છે કે જે નવસારી-સુરત સુધી જાય છે અને ચીખલીથી વલસાડ સુધી જાય છે તેને પહેલાની જેમજ ફાસ્ટ ટેગ વગર જવા દેવાશે એવું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. હવે જે લોકલ વાહનો મુંબઈ તરફ જતા હોય અને તેમની કાર ઉપર ફાસ્ટ ટેગ લાગેલો હોય તેમને બોરીયાચ ટોલનાકા પર લોકલ વાહન તરીકેની નોંધણી કરાવવી પડશે અને તેમણે એક મહિનાના રૂ.150 ભરવા પડશે. જોકે, સ્થાનિક વાહનચાલકોને પાસ માટે એક બે દિવસની છૂટછાટ આપવાની શક્યતા છે. જે વાહનચાલકો મધરાતથી કેશની લાઈનમાંથી જશે તેમને બમણો ટોલ ચૂકવવો પડશે.વિવિધ કંપનીના 163 ફાસ્ટટેગ નીકળ્યા હતા.

ના કર સમિતિ વિરોધ કરશે
જો ફાસ્ટ ટેગની નીતિ અંતર્ગત બોરીયાચ ટોલનાકા એ ટોલટેક્ષ વસૂલાશે તો તેનો વિરોધ કરવાનો નિર્ણય ‘ના કર સમિતિ’ એ કર્યો છે. સમિતિના સિદ્ધાર્થ કૃપલાણી દેસાઈએ જણાવ્યું કે 15મીની મધરાત્રિ (16મીના દિવસથી) બોરીયાચ નાકે પણ જિલ્લાના વાહનોનો પણ ટેક્ષ લેવાશે તો તેનો ના કર સમિતિ વિરોધ કરશે અને આગામી દિવસોમાં કાર્યક્રમો પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો