તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખારેલ ચોકડી પર દિશાસૂચક બોર્ડના અભાવે અટવાતા ચાલકો

ખારેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે ટ્રકને ગેટમાં અથડાવતા તૂટી ગયો હતો

ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.ન.48 ખારેલ ચોકડીથી રાનકૂવા તરફ જતા સ્ટેટ હાઇવે પર લોખંડના મોટા ગેટ પર સાપુતારા, નાસિક, રાનકૂવા તરફ જવાના દિશાસૂચક બોર્ડ કિ.મી. સાથે લગાવેલા હતા પરંતુ 7 મહિના પહેલા અકસ્માતમાં તૂટી ગયા પછી નહીં લગાવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. વાહન ચાલકોમાં માર્ગ અને મકાન ખાતાની કામગીરી બાબતે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે.

હાઈવે નંબર-48ના ખારેલ ચાર રસ્તા આગળ ખારેલ મંડળીના સુપર માર્કેટ સામે સાપુતારા તરફ જવાના સ્ટેટ હાઇવે પર લોખંડના ગેટ પર સાપુતારા, નાસિક, રાનકૂવા, વઘઈ તરફ જવાના દિશાસૂચક બોર્ડ લગાવેલા હતા. જેને લઈને સાપુતારા તરફ જતા વાહન ચાલકો માટે સરળતા રહેતી હતી પરંતુ આજથી 7 મહિના પહેલા એક મમરા ભરેલી ટ્રકના ચાલકે બેદરકારી દાખવીને ટ્રક હંકારી આ ગેટમાં અથડાવી દેતા ગેટ તૂટી પડ્યો હતો. ખારેલ પોલીસે આ ટ્રક ચાલક વિરૂદ્ધ 279 મુજબ કેસ દાખલ કર્યો હતો. આ સ્ટેટ હાઇવે 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહે છે અને મોટાભાગના વાહન ચાલકો શિરડી કે નાસિક તરફ જવાના હોય કે નવસારી, સુરત, અમદાવાદ તરફ જનાર હોય છે. તેમને બોર્ડ નહીં હોવાને લીધે આજુબાજુના લોકો ને પૂછવું પડે છે. જયારે રાત્રિના સમયે અહીં વસતિ નહીં હોવાને લઈને અટવાય જાય છે અને ઊંધા રસ્તે વળી જાય છે, જેને લઈને સમય અને નાણાંનો વ્યય થાય છે. આમ આ બોર્ડ વગર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.\nઆ બાબતે ચીખલી માર્ગ અને મકાન ખાતાના ગૌરાંગ પટેલનો ફોન પર સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હું મારા ઉપલી અધિકારી સાથે ચર્ચા કરી આ ગેટ ફરી મુકવાનો પ્રયત્ન ટૂંક સમયમાં કરીશ.

અન્ય સમાચારો પણ છે...