ફરિયાદ:એસ.ટી.બસો નિયત સ્ટોપ પર ઉભી ન રાખતા હોવાની ફરિયાદ

ખારેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતી મુશ્કેલી અંગે STના સત્તાધીશોને ફરિયાદ કરાઇ

ગુજરાત એસ.ટી.તંત્રની એસ.ટી. બસો ના કેટલાક ડ્રાઇવર નિયત કરેલ સ્ટોપ પર ઉભી રાખતા ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. આવા ડ્રાઈવર પોતાની માલિકીનું વાહન ચલાવતા હોય એ રીતે વર્તન કરી નિયત સ્ટોપ ઉપર બસ ન થોભાવતા મુસાફરોમાં આક્રોશ ફેલાયેલો છે.

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉધના દરવાજા એસ.ટી.એ સ્ટોપ આપેલ છે અને આ બસ સ્ટોપ ઉપરથી નવસારી-બીલીમોરા-ગણદેવી-ખારેલ-એંધલ-ચીખલી તરફના હજારો મુસાફરો આ સ્ટોપનો લાભ લે છે, ત્યારે અમુક ડ્રાઈવરો આ સ્ટોપ ઉપર બસ થોભાવતા નથી. તા.12/04/22ના રોજ સુરતથી વાપી બસ.ન.6645 સાંજે 4.45 કલાકે ઉભી રાખી નથી. જ્યારે આજ સ્ટોપ ઉપર અમદાવાદથી વાપી જતી બસ પણ 14મી એપ્રિલે બસ.નં.4010 ઉભી રાખી ન હતી. આ અંગેની ફરિયાદ પણ થઇ છે. તો વિભાગીય નિયામક સંજય જોશીએ પણ આવા ડ્રાઈવરો સામે પગલા લેવા જોઈએ.

અમદાવાદ-વાપી ઉભી ન રાખવા બાબતે વાપી ડેપોના ટ્રાફિકના અધિકારી ધનસુખ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ બાબતે જવાબદાર કર્મચારીઓના નિવેદનો લેવાની અને જી.પી.એસ.સિસ્ટમમાં પણ આ બસ અંગેની તપાસ કરવાની સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...