તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આેનલાઇન ઇન્કમ:બોરીયાચ ટોલનાકે સ્થાનિકો સાથે ઘર્ષણ ટાળવા રૂપિયા 150નો માસિક પાસ હાલ પૂરતો મરજિયાત

ખારેલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાસ્ટટેગ ફરજિયાતના પ્રથમ દિવસે નવસારીના વાહનચાલકો સાથે કૂણું વલણ

દેશભરના ટોલ નાકા પર એનએચઆઈ ની ગાઈડ લાઈન મુજબ આજથી ફાસ્ટ ટેગનો ફરજીયાત અમલ કરવામાં આવ્યો છે. હાલ સ્થાનિક વાહનચાલકો પાસે ટોલટેક્ષ વસુલ કરવાનું શરૂ કરાયો નથી. પરંતુ આગામી દિવસોમાં ટોલનાકેથી આવાગમન કરવા માટે રૂ. 150નો પાસ લેવો ફરજીયાત રહેશે. ટૂંક સમયમાં જ તેનો અમલ પણ કરવામાં આવશે. બીજી તરફ બોરીયાચ ટોલનાકા ઉપર ફાસ્ટ ટેગ વગરની કેશ લાઈન ઉપર લાંબી કતારો જોવા મળી હતી અને ટોલનાકા ઉપર જુદી જુદી બેન્કોના ફાસ્ટ ટેગ કાઉન્ટર ઉપર ખાસ્સી ભીડ જોવા મળી હતી.

વાહન ચાલકો પાસે ફાસ્ટ ટેગ ન હોય તે કેશની લાઈનમાં એક તરફ જવાના ડબલ ચાર્જ ચૂકવ્યો પડ્યો હતો. જેને લઈને વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને ટોલનાકા પર જીભાજોડી કરવાના બનાવો પણ બન્યા હતા. આમ જ કામરેજ ટોલ ઉપર કારના રૂ. 75ની જગ્યાએ રૂ. 150, ભરૂચ બ્રિજ પર કારના રૂ. 25ની જગ્યા એ રૂ. 50 અને કરજણ ટોલનાકા પર રૂ. 95ની જગ્યા એ રૂ. 190 ફાસ્ટ ટેગ વગરના કાર ચાલકો પાસે લેવાયા હતા. જોકે બોરીયાચ ટોલનાકા પર લોકલ ફાસ્ટ ટેગ વગરના વાહનોને મુક્તિ અપાઈ હતી. જેને લઈને રાહતની લાગણી અનુભવાઈ હતી.

મંગળવારે બોરીયાચ ટોલનાકા પર સાંજે 4 કલાક સુધીમાં કુલ 36,756 વાહન પસાર થયા હતા. જેમાં 4275 ટ્રક ફાસ્ટટેગવાળી અને 206 ફાસ્ટ ટેગ વગરની, 18278 કાર ફાસ્ટ ટેગ વાળી અને 2385 ફાસ્ટ ટેગ વગરની, મોટા વાહન 8598 ફાસ્ટ ટેગ વાળા અને 324 ફાસ્ટ ટેગ વગરની, 2640 બસ ફાસ્ટ ટેગવાળી અને ૩૦ ફાસ્ટ ટેગ વિનાની અને 2989 LCV ફાસ્ટ ટેગવાળી અને 201 ફાસ્ટ ટેગ વગરની પસાર થયા હતા.

સ્થાનિક વાહનચાલકોએ રૂપિયા 150નો માસિક પાસ લેવામાં થોડા દિવસ છૂટછાટ
હાલ સ્થાનિક વાહનો પાસેથી ટોલટેક્ષ વસુલવાની કામગીરી શરૂ કરાઇ નથી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશો અનુસાર ટૂંક સમયમાં જ તનો ચાર્જ વસુલ કરવામાં આવશે. સ્થાનિક વાહન ચાલાકોએ રૂ. 150નો માસિક પાસ કઢાવવાનો રહેશે પરંતુ તેના માટે થોડા દિવસ સુધી છૂટછાટ અપાઇ છે. > નરેન્દ્ર પ્રેમારે, આઇઆરબી મેનેજર, બોરીયાચ ટોલનાકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો