સ્થાનિકોમાં ભય:હાઈવેની હોટલ પર પોલીસ રેડ બાદ ઢોળી દેવાયેલા બાયોડીઝલથી તળાવમાં આગ લાગી હોવાની ચર્ચા

ખારેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એંધલ ગામના તળાવમાં આગ લાગતા અફરાતફરીનો મહોલ છવાયો
  • હળપતિવાસ નજીકમાં જ હોવાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ

ગણદેવી તાલુકાના એંધલ ગામે હાઇવે ને અડીને આવેલ પહાડ ફળિયા હળપતિવાસ નજીક આવેલ તળાવમાં આગ લગતા લોકોમાં કુતુહૂલ સર્જાયું હતું અને લોકો ના ટોળેટોળા તળાવ ઉપર એકઠા થયા હતા. આમ તો આ તળાવમાં ચોમાસા અને નહેરનું વેસ્ટેજ પાણી આવે છે. તળાવ માં આગ લગતા હળપતિવાસમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. કહેવાય છે કે આજ થી બે મહિના પહેલા હાઇવેની બે-ત્રણ હોટલ કે જે બાયોડીઝલનો ધંધો કરતી હતી અને ત્યાં દરોડા પડતા બાયોડીઝલ ખાડીમાં ઢોળી દેવાયું હતું.

આ બાયોડીઝલ આ તળાવમાં એકઠું થયું હતું અને આજુબાજુના ઝાડી ઝાંખરા પણ સુકાઈ ગયા હતા ત્યાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા તળાવને અડીને આવેલ હળપતિવાસમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાની જાણ ખારેલ પોલીસને થતા એ.હે.કો.સંદીપભાઈ તેમના સ્ટાફ સાથે ધસી આવી જરૂરી તકેદારી રાખી હતી. બાદમાં ગણદેવી નગરપાલિકાનો એક ફાયર ફાયટર પણ ઘટનાસ્થળે ધસી આવી હતી અને લાસ્કરોએ તળાવમાં લાગેલી આગને કાબૂમાં લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...