તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ફફડાટ:એંધલ ગામે માનવ વસતિ નજીક દીપડાએ દેખા દેતાં ભયનો માહોલ

ખારેલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દીપડાે દેખાયો તેની નજીક વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું - Divya Bhaskar
દીપડાે દેખાયો તેની નજીક વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું
 • દીપડાે દેખાયો તેની નજીક વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું

ગણદેવી તાલુકાના એંધલ ગામના વિવિધ વિસ્તારો જેવા કે કાજીવાડ, હનુમાન ફળિયા, માના ફળિયા અને કિશન ટેકરી નજીક દીપડા દેખાવાની ઘટના અવારનવાર બને છે પરંતુ ગતરાત્રિએ માનવવસતિની નજીક દીપડો દેખાવાની ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળે છે.

એંધલ ગામથી ધનોરી જતા રોડ પર ગતરોજ રાત્રે 12.30 કલાકના ગાળામાં એંધલના આનંદ પટેલ તેમની કારમાં નવસારી તરફ જતા હતા ત્યારે એંધલ આહિરવાસ પૂરો થયા બાદ અચાનક રોડ પર દીપડો આવી ચઢ્યો હતો. થોડીવાર તો શું કરવું તે કંઈ સમજ પડી ન હતી અને ભયભીત બન્યા હતા. દીપડો રોડની બાજુમાં આવેલ ગરનાળામાં ઉતરી પડ્યો હતો. આ દીપડાનો વીડિયો ગામમાં વહેતો થતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે.

આ રોડ પર લોકો મોર્નિંગ વોક અને ઈવનિંગ વોકમાં જાય છે, તેમણે પણ સાવચેતી રાખવાની જરૂર જણાય છે આ ઘટનાની નોંધ વન વિભાગે લઈને આ જગ્યા પર સાંજના સમયે પાંજરું મુક્યું હતું. નવસારી વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનના હેમલ મહેતાએ જણાવ્યું હતું કે આ દીપડો નર જાતિનો અને 4 વર્ષનો હોય એવું વીડિયો જોઈને લાગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો