અકસ્માત:એંધલ નજીક કન્ટેનર ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, ચાલક કેબીનમાં ફસાયો

ખારેલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક કલાકની જહેમત બાદ કન્ટેનર ચાલકને બહાર કઢાયો

મુંબઈથી સુરત તરફ કન્ટેનર (નં. જીજે-05-બીએક્સ-6383)ના ચાલકે એંધલ પાસે સવારે 5 કલાકે આગળ ચાલતી કોઈ અજાણી ટ્રકમાં પાછળથી અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનરનો ચાલક કેબિનમાં ફસાયો હતો. પોલીસ અને અન્ય વાહનચાલકોની લગભગ 1 કલાકની જહેમત બાદ કન્ટેનર ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. મળસ્કે સર્જાયેલા આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત કન્ટેનરને ખસેડી વાહન વ્યવહાર પુનઃ શરુ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...