અકસ્માત:એંધલ હાઇવે પર બળદગાડું અને કાર વચ્ચે અકસ્માત

ખારેલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.48 પર એંધલ પાસે કાર અને ગણદેવી સુગર ફેક્ટરીના બળદગાડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણને ઈજા પહોચી હતી.

મુંબઈ તરફથી વડોદરા જતી કાર ન. જીજે.34 બી 2693 સવારે 6.30 કલાકે એંધલ હાઇવે ઉપર કોલ્ડ સ્ટોરેજ આગળથી પસાર થતી હતી, ત્યારે ગણદેવી સુગર ફેક્ટરીના 11 બળદગાડા એંધલ શેરડી કાપવા માટે જઈ રહ્યા હતા. ચાલકે કાબુ ગુમાવતા બળદગાડા ન.59ને અડફટે ચઢાવી 15 થી 20 ફૂટ ઢસડી કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઇવે ઉપરથી જતા વાહનોના પૈડા પણ થંભી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા લાગી ગયા હતા. આ અકસ્માતમાં બળદગાડામાં સવાર વિકાશભાઈ દાનાભાઈ થીવરે ઉ.વ.20, દાનાભાઈ ચતુરભાઈ થીવરે ઉ.વ.50 રહે.ગણદેવી સુગર ફેક્ટરી અને 3. ઇકો ચાલક કમલેશ અમરસિંહ તડવી ઉ.વ.42 રહે.વડોદરા ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને આઈ.આર.બી.ની એમ્બ્યુલન્સમાં ખારેલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આ ઘટનામાં એક બળદ પણ ઘવાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ઇકો ચાલકને સારવાર માટે શેરડી કાપવાના મજુરોએ ન લઇ જવા દેવાની જીદે ચડી હંગામો મચાવ્યો હતો. બાદમાં ગામલોકોએ વચ્ચે પડી એબ્યુ.માં બેસાડ્યો હતો. એક સમયે આ મજુરોએ ભારે હંગામો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...