રક્તદાન:જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલના જન્મદિને 511 યુનિટ રક્ત એકત્ર

દાંડીરોડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્યમાન કાર્ડના 101, ઈ- શ્રમ યોજનાના 135 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાયું

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના 63મા જન્મદિનની ઉજવણી પ્રસંગે યોજાયેલા રકતદાન શિબિરમાં 511 યુનિટ રક્ત રક્તદાતાઓ તરફથી પ્રાપ્ત થયુ હતું.

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના 63માં જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ જલાલપોર ભાજપ સંગઠન મંડળ દ્વારા આર.સી.પટેલના વતન આટ ગામની બી.યુ.માસ્તર હાઈસ્કૂલમાં યોજાયો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ ભુરાલાલ શાહ, ઉપપ્રમુખ અશોક ગજેરા, પ્રદેશ સંગઠનના મંત્રી શીતલબેન સોની, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ રોશનીબેન પટેલ, ઉપપ્રમુખ મિનેષ પટેલ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ પટેલ તથા તા.પં.ના સદ્સ્યો, જલાલપોરના પ્રભારી હેમલતાબેન ચૌહાણ તથા રાકેશભાઈ દેસાઈ સહિત સેંકડો કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આર.સી.પટેલને જન્મદિનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે યોજાયેલા નિ:શુલ્ક સરકારી લાભો માટેની વિવિધ યોજના પૈકીના કેમ્પ અંતર્ગત નિ:શુલ્ક ઉપકરણ માટે 108, મા કાર્ડમાથી આયુષ્યમાન કાર્ડના 101, ઈ- શ્રમ યોજનાના 135 જેટલા લાભાર્થીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત રક્તદાન શિબિર કુલ 511 યુનિટ રક્ત રક્તદાતાઓ તરફથી પ્રાપ્ત થયું હતું. રક્તદાન કરવા કાંઠા વિસ્તાર તથા વિજલપોર શહેર વિસ્તારમાંથી યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રક્તદાન શિબિરને સફળ બનાવવા વિજલપોર શહેર વિસ્તાર તથા કાંઠા વિસ્તારના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. રક્તદાતાઓનો રક્તદાન માટેનો પ્રવાહ અવિરત ચાલુ રહેતા રક્તદાન શિબિર સવારે 9 કલાકથી સાંજે 3 કલાક સુધી ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...