તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ આરાધના:ગણદેવીના સોનવાડી ગામે શ્રમદાન કરી યુવાનો અને મહિલાઓ મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે

ગણદેવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી માતાજી તથા રંગ અવધૂત મહારાજના મંદિરો જર્જરિત થઇ ગયા હતા

ગણદેવી તાલુકાના અંબિકા નદીના તટે આવેલ સોનવાડી ગામના માછીવાડમાં આવેલા બહુચરાજી માતાજી તથા રંગ અવધૂત મહારાજના મંદિરો જર્જરિત થઈ ગયા હોય તેનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ એવો વિચાર આ વિસ્તારના યુવકો અને મહિલાઓ અને ભક્તજનોને આવ્યો હતો. તેઓએ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રથમ પ્રયાસરૂપે ડિસેમ્બર-2020 બેઠક કરી હતી. એક પહેલ કામધેનુ અને સહકારથી કરવામાં આવી હતી. 28મી જાન્યુઆરી 2021એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એજ દિવસે બપોરે મહાનુભાવો સાથે થયેલી મિટીંગમાં સમગ્ર ગ્રામજનોનો સહકાર સાંપડ્યો હતો.

આ મંદિરમાં સોનવાડીના સૌ કોઈ આબાલ-વૃદ્ધ, યુવાનો, મહિલાઓ ખભે ખભા મિલાવીને કામ કરશે, શ્રમદાન કરશે એવો નિર્ણય પણ લેવાયો હતો. આજદિન સુધી ગ્રામજનોએ શ્રમદાન કરી આ મંદિરના બાંધકામ શરૂ કર્યું હતું. ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ઊંડો રસ લઈ રહ્યા હોવાનું શિક્ષિત યુવાનોએ જણાવ્યું છે. આ મંદિરમાં હાલ દર ગુરૂવારે રંગ અવધૂત દત્તબાવનીના પાઠ થાય છે. 1972થી દર વર્ષે દત્ત જયંતી, ગુરુપૂર્ણિમા, રંગ જયંતી ઉલ્લાસપૂર્વક ઉજવાય છે. નવરાત્રીના ગરબા પણ ગવાય છે.

સોનવાડીમાં રંગ અવધૂત પરિવારના નર્મદાનંદ મહારાજ, પ્રેમઅવધૂતજી મહારાજ, જગદીશ આનંદજી મહારાજ જેવા સંતો પધારી ચૂક્યા હોવાનું અને તેમણે આ કાર્યને આશીર્વાદ આપ્યા હોવાનું પણ આયોજકોએ જણાવ્યું છે. જ્યારથી આ વિભાગના યુવાનોએ શ્રમદાન ચાલુ કર્યું છે ત્યારથી એકપણ ઘરની અંદર માસાહારનું ભોજન રંધાતું પણ નથી. સમગ્ર ગ્રામજનો એકી અવાજે આ કાર્યને બિરદાવી રહ્યા છે. અતિ મધ્યમ વર્ગી યુવાનો નાનો ફાળો આપીને પ્રારંભ આ કાર્યનો પાયો નાંખ્યો હતોય કોઈ નેતા નથી કોઈ હોદ્દો નથી અને કામ કરે જાય છે જે ખૂબ જ આવકાર્ય પાસુ લેખાવી શકાય અને કોઈ વાહ વાહની ખેવના પણ નથી.

જગદીશાનંદજીની પ્રેરણાથી સોનવાડીના લોકોએ આ પ્રાચીન મંદિરના પુન: નિર્માણનું આયોજન કર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. રંગ અવધૂત મહારાજના પાવન પગલાથી પવિત્ર બનેલ આ ભૂમિને અનેક સંતોએ વારંવાર પધારી એની પવિત્રતાને અને ગામલોકોની ભક્તિજ્યોતને પ્રકાશિત રાખવાનું કાર્ય કર્યું છે. બાદમાં અનેક દાન-દાતાઓએ દાનની સરવાણીથી કાર્યને આર્થિક સદ્ધરતા આપી હતી. આર્થિક સદ્ધરતા સાથે કેટલાય દાતાઓએ મટિરિયલ માટે નાના-મોટા દાન પણ આપી આ કાર્યને વેગવાન બનાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...