તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખેરગામમાં આવાસની જર્જરિત દિવાલ ધસી પડતાં મહિલાનું મોત

ગણદેવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાલડુંગરી ફળિયામાં બનેલી દુર્ઘટના, લકવાગ્રસ્ત પતિ સહિતના સભ્યાેનાે આબાદ બચાવ

ગણદેવી તાલુકામાં ખેરગામના લાલડુંગરી ફળિયામાં આવેલા અને 2002માં બંધાયેલા ઇન્દિરા આવાસની જર્જરિત દિવાલ એકાએક ધરાશાયી થતાં મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે ઘરમાં હાજર લકવાગ્રસ્ત પતિ સહિતના સભ્યાેનાે આબાદ બચાવ થયાે હતાે.ગણદેવીના ખેરગામના લાલડુંગરી ફળિયામાં ઈન્દિરા આવાસમાં રહેતા વજીયાબેન ભીખુભાઈ પટેલ (ઉં.વ. 52) બાજુમાં આવેલ સરકારી ફાર્મમાં કોન્ટ્રાક્ટ પર મજૂરી કામે જતા હતા. તેઓ ગતરોજ સાંજે કામેથી આવી તેઓ ઘરે ભોજન બનાવી રહ્યા હતા.

તેઓ લઘુશંકા કરવા માટે બહાર નીકળતા એકાએકા આવાસની જર્જરિત દીવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલ એમના પર પડતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તુરંત સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક વજીયાબેન ઘરમાં એકમાત્ર કમાનાર હોય અને એમનું મૃત્યુ થતાં આ પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. વજીયાબેનના પતિ ભીખુભાઈ લકવાગ્રસ્ત છે. તેમના બે પુત્ર પ્રકાશ અને દશરથ છે.

તેમની સાથે દીકરીનો દીકરો પણ રહે છે. જે તમામનાે આ દુર્ઘટનામાં બચાવ થયાે છે. અત્રેના ઇન્દિરા આવાસ વર્ષ 2002માં બંધાયા હતા અને 2006માં રીપેર થયા હતા ત્યારબાદ આવાસોનું રીપેરીંગ થયું નહીં હોવાનું માજી ઉપસરપંચ અને અન્ય સભ્યો જણાવ્યું છે. ગામના સરપંચ ભાવિનીબેન ભંડારી, માજી સરપંચ હેમંતભાઈ ભંડારી, જિલ્લા પંચાયત સભ્ય શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વૈદ્ય, ભોજાભાઇ ભરવાડ, રાજેશભાઈ તેમજ અન્ય આગેવાનો શંકરભાઈ, ગ્રામ પંચાયત સભ્ય મેહુલભાઈ ભંડારી વગેરે ઘટનાસ્થળે તુરંત દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

હાલમાં આ વિસ્તારમાં જે આવાસો છે એ આવાસોમાં કેટલાકની દિવાલ જર્જરિત છે અને એ પણ ગમે ત્યારે ધસી પડે એવી સ્થિતિમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઘટનાગ્રસ્ત આવાસની બાજુમાં આવેલા આવાસની દિવાલ જર્જરિત છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાય આવાસો અતિ જર્જરિત અવસ્થામાં હોય આવાસોને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ સમયની માંગ છે. સત્તાધીશો આ બાબતે તાકીદે નિર્ણય કરે એ જરૂરી છે.

જો જર્જરિત આવાસો તાકિદે રીપેર કરવામાં નહીં આવશે તો આવી જ જીવલેણ ઘટના બીજી બનવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત આ અતિજર્જરિત આવાસો રિપેર કરવા માટે તાકિદે ઘટતું કરે એ જનસમૂહ માંગ હોવાનું સામાજીક કાર્યકર શંકરભાઈ અને યુવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો