ચૂંટણી:ગણદેવીની 65 ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી જાહેર થતા રાજકીય ચહલપહલ શરૂ

ગણદેવી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34માંથી 17 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠકો બિન અનામત

ગણદેવી તાલુકામાં આવેલી 65 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોની ચૂંટણી માટે તેનો અનામતો અને સામાન્ય બેઠકોની પણ ઘોષણા કરતા તાલુકાના તમામ ગામોમાં રાજકીય ચહલપહલ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચૂંટણી પંચનું ચૂંટણીનો તમામ કાર્યક્રમ જાહેર કરી દીધો છે ત્યારે સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટે જાહેર થયેલા અનામત બેઠકોને પગલે ચૂંટણીમાં રંગ જામતો લાગી રહ્યો છે. ગણદેવી તાલુકાની 65 ગ્રામ પંચાયતના સરપંચની જગ્યાઓમાંથી 34 ગ્રામ પંચાયતના સરપંચોની જગ્યા બિન અનામત બેઠકો માટે અનામત રખાયેલી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આ 34માંથી 17 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠકો બિન અનામત બેઠકો પૈકી મહિલાઓની અનામત રાખેલી ગ્રામ પંચાયતની બેઠકો જાહેર કરવામાં આવી છે. જેમાં આંતલિયા, અંચેલી, દેવસર, દેસાડ, ધકવાડા, ધનોરી, ધોલાઈ, દુવાડા, એંધલ, ગડત, કલવાચ, ખાપરીયા, ખાપરવાડા, માણેકપોર, માસા-મોવાસા અને પિંજરા ગ્રામ પંચાયતના સરપંચની બેઠક મહિલા માટે સામાન્ય, મહિલાઓ માટે બિનઅનામત બેઠક પૈકીની અનામત જાહેર કરવામાં આવી છે, જે ઉલ્લેખનીય છે.

આ ઉપરાંત બિનઅનામત બેઠક માટે અનામત રખાયેલ ગ્રામ પંચાયતોમાં ગોયંદી-ભાઠલા, કલમઠા, મેંધર, મોહનપુર મોરલી, નાંદરખા, પાટી, પીપલધરા, પોંસરી, રહેજ, સાલેજ, તલોધ, ઉંડાચ વાણિયા ફળિયા, વાડી, વાઘરેચ, વાસણ, તેમજ વેગામ-વગલવાડા જૂથ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. એજ રીતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની અનામત રખાયેલ સરપંચોની મહિલા બેઠકોમાં ચાર ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. જેમા ભાગડ, ભાઠા, બીગરી, ભાટ ગામોનો સમાવેશ થાય છે.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતની સરપંચની બેઠક માટે અનામત ગ્રામ પંચાયતોમાં છાપર, દેવધા અને કેસલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. અનુસૂચિત આદિજાતિમાં મહિલાઓની અનામત રખાયેલ બેઠકોમાં વડસાંગળ, માછીયાવાસણ, ગણદેવા, અજરાઈ સોનવાડી, તલિયારા, મટવાડ, અંભેટા, સરીખુરદ, ગંઘોર અને કછોલી મહિલાઓ માટે અનામત છે. જયારે અનુસૂચિત આદિજાતિની બેઠક માટે સામાન્ય પુરુષો માટે અનામત રખાયેલ ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠકમાં ખખવાડા, ખેરગામ, વલોટી, કોલવા, ઇચ્છાપોર, અમલસાડ, કોથા, ધમડાછા, તોરણગામ અને ઉંડાચ લુહાર ફળિયાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...