રજૂઆત:અમલસાડ સ્ટેશનથી ઉપડતી ચીકુની સ્પે.ટ્રેન ક્યારે શરૂ થશે?

ગણદેવી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13થી વધુ મંડળીઅો દ્વારા ચીકુનું પરિવહન કરાય છે

આ વર્ષે દિવાળી પછી ચીકુની નવી સિઝનનો લાભ પાંચમથી પ્રારંભ થયો છે ત્યારે ફરી પાછો આ પ્રશ્ન ખેડૂતોમાં પૂછાઈ રહ્યો છે. આ પ્રશ્ને કેટલાક ખેડૂતોએ અને કેટલાક ખેડૂત અગ્રણીઓએ સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત સરકારના પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય તેમજ અન્યોને પણ રજૂઆત કરી છે. જેથી એક તરફ ડીઝલના વધેલા ભાવોને લઇને માર્ગ પરિવહન ખૂબ જ મોંઘું થયું છે તો બીજી તરફ રેલવે દ્વારા ફળ પરિવહન પર 50 ટકા જેવી રાહતને લઈને ચીકુનો પરિવહન રેલવે દ્વારા વધુમાં વધુ થાય એવી લાગણી પ્રવર્તી રહી છે. અમલસાડ યાર્ડથી ચીકુ સ્પેશિયલ ટ્રેન રેલવે સત્તાધીશો દ્વારા બને એટલી ઝડપી ત્વરાએ પ્રારંભ કરવામાં આવે એવી લાગણી ખેડૂતો દ્વારા આ પ્રતિનિધિઓ સમક્ષ અવારનવાર વ્યક્ત કરવામાં આવી છે.

અમલસાડ ઉપરાંત ગણદેવી, ગડત, ખારેલ, નવસારી, અજરાઇ, ચીખલી, બીલીમોરા સહિતની 13થી પણ વધુ ખેડૂત સહકારી મંડળીઓ અને એપીએમસી દ્વારા ચીકુનું અમલસાડથી ટ્રેન મારફતે પરિવહન કરાતું હતું અને રોજિંદી એક ટ્રેન નિયમિતપણે ચીકુના બોક્સ ભરાઈને દિલ્હી જતી હતી. જેનો સીધો ફાયદો ગતવર્ષે ખેડૂતોને થયો હતો. ચીકુના સારા ઊંચા ભાવો ખેડૂતોને મળ્યા હતા. જેથી ખેડૂતો આ વર્ષે પણ ચીકુ સ્પેશ્યલ ટ્રેન બને એટલી ઝડપથી શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રશ્ને અમલસાડ ખેડૂત મંડળી ઉપરાંત ગડત, ખારેલ, ગણદેવી, અજરાઇ સહિતની વિવિધ સહકારી મંડળીના સત્તાધીશો પણ પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. રેલવે સત્તાધીશો આ બાબતે જરૂરથી ધ્યાન આપશે એવી પણ આશા વ્યક્ત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...