તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગણદેવી શહેરમાં ત્રીજા તબક્કાનું 31મી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન

ગણદેવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 16 મેથી સવારે 6થી સાંજે 4 સુધી વેપાર ધંધો, બજારો ચાલુ રહેશે
  • સાંજે 4 થી રાત્રે 8 સુધી નાસ્તાની લારીવાળાઓ ગ્રાહકોને પાર્સલ સેવા આપશે

ગણદેવી શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા તબક્કાની અવધિ પૂરી થવા આવી છે ત્યારે ગણદેવી નગરપાલિકાએ અવધિમાં વધારો કરી 31મી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનને કેટલાક ફેરફારો સાથે લંબાવવાની જાહેરાત કરી છે. સૌ નાગરિકોને એમાં સહકાર આપવાની અને ચૂસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. જેથી નગરમાં કોરોનાનું સંક્રમણમાં ઘટાડો થઈ કાબૂમાં લાવી શકાય.

ગણદેવી નગરપાલિકાએ શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં અને હાલની પરિસ્થિતિમાં સુધારો લાવી કોરોનાને કાબૂમાં લાવી શકાય તે માટે 31મી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવા માટેની અપીલ કરી જણાવ્યું છે કે હાલના લોકડાઉનના નીતિનિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં લોકડાઉન 1 થી 6 કલાક સુધી જે નિયત કરવામાં આવ્યું હતું, તે 16મી મેથી સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી વેપાર-ધંધો, ઉદ્યોગ અને બજારો યથાવત કાર્યરત રહેશે. સ્વૈચ્છિક લોકડાઉન સાંજના 4 વાગ્યાથી બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

સાંજના 4 વાગ્યા થી રાત્રે 8 વાગ્યા સુધી નાસ્તાની લારીવાળાઓ ગ્રાહકોને પાર્સલ સર્વિસ આપી શકશે. તો દવાખાના, દવાની દુકાનો, હોસ્પિટલ, દૂધની સર્વિસ સહિતની આવશ્યક સેવા પણ યથાવત ધોરણે કાર્યરત ચાલુ રહેશે. ગણદેવી નગરની અંદર શેરી-મહોલ્લાઓમાં ભેગા થઈને ટોળે વળીને ક્રિકેટ રમવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અને સૌ ઘરોની અંદર રહે એવો આગ્રહ કરવામાં આવ્યો છે. ગણદેવી નગરની સુરક્ષા માટે તમામ નાગરિકોને સહકાર આપવાની અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને સહકાર આપી કોરોના મહામારીના આ સમયમાં સૌ સાથે મળીને દેશમાંથી કોરોનાને હટાવી એ એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ગણદેવી નગરમાં હાલમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે, જે 15મી મેના રોજ પૂરું થાય છે અને 16મી મે થી ત્રીજા તબક્કાના લોકડાઉનનો ફેરફાર સાથે પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...