તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મટવાડ હાઇવેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમ પકડાયા

ગણદેવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણદેવીના પીએસઆઇ પરાક્રમસિંહ એચ.કછવાહ અને તેમના સ્ટાફના કર્મચારીઓ સાથે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાનમાં તેમને મળેલ બાતમી આધારે મટવાડ ગામની સીમમાં આવેલ પારસ હોટલની સામે ખારેલ ઓવરબ્રિજના ઉત્તર છેડે મુંબઈથી અમદાવાદ જતી લાઈનમાં હોન્ડા કંપનીની અમેઝ કાર જી.જે.05 જે.પી.6176માં ભારતીય બનાવટની વ્હીસ્કીની શિલબંધ બાટલી નંગ 33 જેની કિંમત 26,400નો પ્રોહી.જથ્થો સેલવાસ ખાતેથી જુદા જુદા બારમાંથી ભરી લઈને આરોપી 1. રણજીતભાઈ ઉર્ફે અરુણભાઈ દિલીપભાઈ ઉર્ફે મહીપતભાઈ ડેર ઉ.વ.25 રહે.ધર્મનંદન ફ્લેટ નં 402 સાયણ સુરત મુ.રહે. ગંજીવાળા સોસા. ગોંડલ જી.રાજકોટ અને કૈલાશગીરી સોસાયટીની બાજુમાં તા.જામનગર ઓ ધરે છૂટક વેચાણ કરવા માટે ગેરકાયદેસર વહન કરી લઇ જતા એક સફેદ કલરની એમેઝ કાર કિંમત 1,50,000 તથા ભારતીય બનાવટની વ્હીસ્કીની શીલબંધ બાટલી ન.33 કી.26,400 મોબાઈલ ફોન 2 જેની કીમત 7,000 મળી કુલ્લે 1,83,400ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુનાની આગળની તપાસ પરાક્રમસિંહ એચ.કછવાહ કરી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...