તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:બગાસના ઢગમાં આગથી ટોકિયો હિટાચી, 3 ટ્રક ખાક

ગણદેવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગણદેવી હિન્દુ સ્મશાન ભૂમિ પાછળ ગુરૂવારે બપોરે ગરમીને કારણે કેમિકલ રિએક્શન થતા એકાએક આગ ફાટી નીકળી
 • બગાસના ઢગલા સાથે કેમિકલ પડ્યું હાેવાથી આગ વધુ વકરી, ગણદેવી, બીલીમોરા અને નવસારીના ફાયર ફાયટર દોડી ગયા

ગણદેવી હિન્દુ સ્મશાન ભૂમિ અને મરાઠી પ્રાથમિક શાળાની પાછળ આવેલા બગાસના ઢગલાઓમાં ગુરૂવારે બપોરે ગરમીને કારણે કેમિકલ રિએક્શન થતા એકાએક આગ ફાટી નીકળી હતી. આ આગમાં બગાસ ભરવા આવેલ એક ટોક્યો હિતાચી અને ત્રણ ટ્રક આગમાં ખાક થઇ ગયા હતા. જોકે સદ્નસીબે મજૂરો બપોરના ભોજન માટે બહાર ગયા હોય કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ હોવાનું જણાવાયું છે.

ગત વર્ષે કોરોનાને લઈને બગાસના ઢગલા યથાવત પડી રહ્યા હતા. અન્ય પરચુરણ કેમિકલવાળો બગાડ પણ ઘટનાસ્થળે પડેલો હતો. જ્યારે ઘટના ઘટી ત્યારે બપોરે પડી રહેલ સખત તાપને કારણે કેમિકલયુક્ત બગાડ અને બગાસમાંથી ધીમે ધીમે આગ શરૂ થતાં એક વર્ષથી પડી રહેલા બગાસના ઢગલા ઝડપથી સળગી ઉઠતા જોતજોતામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ગણદેવી, બીલીમોરા અને નવસારીના ફાયર ફાયટર ઘટનાસ્થળે તુરંત દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી નુકસાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહામહેનતે આગ કાબૂમાં આવી હતી. હાલના પ્રાથમિક અંદાજો અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ખાનગી માલિકીના બગાસ અને અન્ય બળી ગયેલ ત્રણ ટ્રક અને અન્ય માલસામાનનો લાખોની નુકસાનીનો અંદાજ છે.

સુગર ફેક્ટરીએ આ બગાસ ગત વર્ષે ખાનગી માલિકને વેચી દીધો હતો અને ખાનગી માલિકનો આ બગાસ છે. આ ઘટનાની જાણ થતાં ગણદેવી નગરપાલિકાના પ્રમુખ રમણભાઈ, આગામી પ્રમુખ પ્રાણલાલ તેમજ પીએસઆઇ પરાક્રમસિંહ કછવાહા અન્યો પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં મદદરૂપ થયા હતા. હજી આ બાબતની ફરિયાદ ગણદેવી પોલીસમાં નોંધાઈ નથી. નુકસાનીનો ચોક્કસ અંદાજ અને કારણો ત્યારબાદ જ જાણવા મળશે તેમ પરાક્રમસિંહ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો